લ્યો બોલો, હવે કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ભારતમાં રહેવા માટે “ભારત માતા કી જય” કહેવું જ પડશે!

લ્યો બોલો, હવે કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ભારતમાં રહેવા માટે “ભારત માતા કી જય” કહેવું જ પડશે!
New Update

CAA અને NRCની વિરુદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનોની વચ્ચે શનિવારે કેન્દ્રીય

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, જે લોકો ભારત માતાની જય બોલવા માટે તૈયાર છે, તેમને જ ભારતમાં રહેવાની મંજૂરી

આપવી જોઇએ. સાથે જ તેમણે જણાવ્યું કે, શું આપણે આ દેશને ધર્મશાળા

બનાવીશું.

તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં રહેવા માટે ભારત માતાની

જય કહેવું જ પડશે. શું નેતાજી સુભાષ ચન્દ્ર બોઝનું બલિદાન વ્યર્થ જશે? શું ભગત સિંહનું બલિદાન વ્યર્થ

જશે? શું લોકોએ

સ્વતંત્રતા માટે એટલા માટે લડત કરી કે આઝાદીના 70 વર્ષ બાદ દેશ આ વિષય પર વિચાર

કરશે કે નાગરિકતાની ગણતરી કરાય કે નહીં? શું આપણે આ દેશને ધર્મશાળા

બનાવીશું.

ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં

જણાવ્યું હતું કે, આજે દેશની

સામે કયા પડકાર છે? દેશમાં

નાગરિકતાની ગણતરી કરવામાં આવે કે નહીં ? શું દેશની પ્રજાએ સ્વતંત્રતા સંગ્રામની લડત એટલા

માટે લડી કે આઝાદીના 70 વર્ષ આ દેશ

એ વિષય પર ચર્ચા કરે કે આપણે નાગરિકતાની ગણતરી કરીએ કે નહીં? શું આ દેશમાં જે આવ્યા તે અહિંયા

કાયમ રહી શકશે? આ વિષય પર

વિચાર કરવો પડશે. આ વિચારને સ્પષ્ટ કરવા માટે ભારત માતાની જય કહેવું પડશે.

#CAA #NRC
Here are a few more articles:
Read the Next Article