New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/12224120/maxresdefault-142.jpg)
ખેડા
જિલ્લાના યાત્રાધામ વડતાલ ખાતે ચાલી રહેલાં વચનામૃત દ્વિતિય શતાબ્દી મહોત્સવમાં
ફિલ્મ અભિનેતા ગોવિંદાએ ખાસ હાજરી આપી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા હતાં.
વડતાલના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દેવ દિવાળી
અને કારતકી પૂનમનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા
વચનામૃત ગ્રંથને 200 વર્ષ પૂર્ણ
થયા છે તેના દ્વિ
શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. કારતકી પૂનમના ઉત્સવમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ખાસ હાજર
રહયાં હતાં. ફિલ્મ અભિનેતા ગોવિંદાએ પણ વડતાલ ખાતે આવી પ્રભુના દર્શન કર્યા હતાં.
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજએ અભિનેતાને આર્શીવાદ આપ્યાં હતાં.ગોવિંદએ પણ વડતાલ
શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ સાળંગપુરમાં હનુમાનજી દાદના મંદિરના અનુભવો ભક્તો
સામે રજૂ કર્યા હતાં.
Latest Stories