/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/01-5.jpg)
ખેડા જિલ્લાના વડતાલધામ શ્રી સ્વામિનારાયણ
સત્સંગ સમૂહ શિબિરમાં નુતન વર્ષ-૨૦૭૬ના પ્રારંભે ભાવાત્મક ક્રિયાની અનોખી
હૃદયસ્પર્શી અને સંતો મહંતોની ભાવભીની ભેટણલીલાની ઝલક નિહાળી સહું કોઈ ભાવવિભોર
થયા હતા.
વિક્રમ સંવત ૨૦૭૬ના પ્રારંભે અર્થાત નૂતન વર્ષના
આરંભે ગોમતી તીરે ચાલતી શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમૂહ શિબિરમાં ઉપસ્થિત ભાવિકોને
આશીર્વાદ પાઠવતા સદગુરુ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ નુતન વર્ષએ "સદભાવ
વર્ષ"નું નામાભિધાન કરવા સાથે જણાવ્યું હતું કે, કોઇના
દોષો જોવા નહીં, પણ આપણા પોતાના દોષો હોય તેને ખોળીને
નિર્મૂળ કરવા જોઇએ. સહુમાં ભગવાન બિરાજે છે તેથી દોષ જોવાને બદલે તેનામાં વસતા
ભગવાનના દર્શન કરવા અને આખા વર્ષ પ્રયત્ન સદભાવ કેળવી નવા વર્ષને સાર્થક કરવું
જોઈએ.
આ પ્રસંગે આચાર્ય મહારાજ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી,
પૂજ્ય નીલકંઠચરણ સ્વામી, પૂજ્ય ઘનશ્યામપ્રકાશ
સ્વામી અને અન્ય સંતો મહંતો પરસ્પર એકબીજાને ભેટ્યા હતા. આવું અદભૂત દ્રશ્ય નિહાળી
શિબિરાર્થીઓ ભાવવિભોર થઈ ઉઠ્યા હતા. પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ ઉપસ્થિત હરિભક્તોને
પણ એકબીજાને પરસ્પર ભેટી હૃદયના ભાવ વ્યક્ત કરવા માટે આજ્ઞા કરતા હરિભક્તો
નિજસ્થાને ઉભા થઇ એકબીજાને ભેટ્યા ત્યારે હૃદય ઉર્મિના તાર ઝણઝણી ઉઠ્યા હતા. આ
ભાવોદર્શક ક્રિયા નિહાળી ઉપસ્થિત તમામ હરિભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0004.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0005.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0006.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0007.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0008.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0009.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0010.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191029-WA0011.jpg)