વડોદરા : આતાપી વન્ડરલેન્ડમાં ટાંકીમાં ડુબી જવાથી 12 વર્ષના બાળકનું મોત

New Update
વડોદરા : આતાપી વન્ડરલેન્ડમાં ટાંકીમાં ડુબી જવાથી 12 વર્ષના બાળકનું મોત

વડોદરા નજીક આવેલા આતાપી વન્ડરલેન્ડમાં ફરવા માટે

આવેલા મહુધાના મન્સુરી પરીવારના 12 વર્ષીય બાળકનું પાણીની ટાંકીમાં ડુબી જવાથી મોત નીપજયું હતું. મૃતકના પરિવારે

આતાપી વન્ડર લેન્ડના સંચાલકોની બેદરકારીના કારણે ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો છે. 

મહુધાના મન્સુરી પરિવારના સભ્યો દિવાળીની રજાઓ હોવાથી વડોદરા નજીક આવેલાં આતાપી વન્ડરલેન્ડ ખાતે ફરવા માટે આવ્યાં હતાં. જયાં હસનેન મન્સુરી નામના 12 વર્ષીય બાળકનું મોત થતા પરિવારમાં ગમગીની ફેલાઇ છે. મૃતક હસનેનના મોતની ઘટના બાદ તેના બનેવી ઇમરાન અંસારીએ આક્ષેપ કર્યો હતો કે, તેમના સાળાના મોત પાછળ વન્ડર પાર્કના વહીવટકર્તાઓની નિષ્કાળજી છે. દરેક વ્યક્તિ દીઠ રૂપિયા 300 લેવામાં આવે છે. છતાં, વન્ડર પાર્કમાં સહેલાણીઓ માટેની કોઇ સુવિધા નથી. સાંજે 6-30 વાગે ગુમ થયેલ હસનેનનો રાત્રે 9 વાગે પત્તો લાગ્યો હતો. અમે 15 વખત એનાઉન્સ પણ કરાવ્યા બાદ ત્યાંની ટીમ મદદે આવી હતી. પરંતુ, જ્યારે ટીમ આવી ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું.

મૃતકના બનેવી દ્વારા કરાયેલા આક્ષેપ અંગે આતાપી વન્ડર પાર્કના ઓનર સંજયભાઇએ જણાવ્યું હતું કે, જે ટાંકીમાં પડી જવાથી બાળકનું મોત નીપજ્યું છે. તે ટાંકીને કેબિન બનાવીને કવર કરવામાં આવેલી છે. અને તેની બાજુમાંજ કપડા ચેન્જ કરવા માટેનો રૂમ પણ બનાવેલ છે. કપડાં ચેન્જ કરવાના રૂમમાં જવાના બદલે ટાંકીના કવર કરેલા રૂમમાં કપડાં બદલવા જતાં આ ઘટના બની છે. બીજી તરફ વાઘોડીયા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories