વડોદરા : ગુરુનાનક જન્મ જયંતિની ઉજવણી, શીખ સમુદાયમાં ખુશીનો માહોલ

New Update
વડોદરા : ગુરુનાનક જન્મ જયંતિની ઉજવણી, શીખ સમુદાયમાં ખુશીનો માહોલ

વડોદરા

સ્થિત નાનકવાડી ગુરુદ્વારા ખાતે ગુરુનાનક જયંતિ નિમિતે કીર્તન, લંગર, રક્તદાન શિબિરનું આયોજન કરી  પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુ

નાનકદેવજીએ શીખ લોકોને આપેલા સંદેશા અનુસાર ઈશ્વરની આરાધના, મહેનતની કમાણી અને ગરીબોને દાન તેમજ

સામાજિક એકરૂપતાના સિદ્ધાંતને અનુસરીને ગુરુનાનકજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં

આવે છે.શીખ ધર્મના સંસ્થાપક ગુરુનાનકદેવનો જન્મ 20 ઓક્ટોબર 1469ના રોજ કારતક  સુદ પૂનમની તિથિએ થયો હતો. તેથી તેમના

જન્મ દિવસના ઉપલક્ષ્યમાં દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે ગુરુનાનક જયંતિ ઉજવવામાં

આવે છે. વડોદરા સ્થિત નાનકવાડી ગુરુદ્વારા ખાતે ગુરુનાનક જયંતિ નિમિતે કીર્તન, લંગર, રક્તદાન શિબિર જેવા સમાજને મદદરૂપ થાય

તેવા સેવાકીય કાર્યો કરીને પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુદ્વારામાં

ગ્રંથ સાહેબના દર્શન કરવા વડોદરાના મેયર ડૉ. જીગીષા શેઠ, અકોટના ધારાસભ્ય સીમા મોહિલે તેમજ

નગરસેવકો સહિત મોટી સંખ્યામાં શીખ સમાજના અગ્રણીઓ દર્શન કરવા માટે ઉપસ્થિત રહ્યા

હતા.

Latest Stories