/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/08175435/maxresdefault-90.jpg)
દેવઉઠી અગિયારસની સવારે વડોદરા શહેરના એમ.જી.રોડ ઉપર આવેલા સુપ્રસિદ્ધ
વિઠ્ઠલનાથજી મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. ચાંદીની
પાલખીમાં સવાર થઇ ભગવાન નગરચર્યાએ નીકળતાં તેના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી
પડયું હતું.
સંસ્કારી નગરી વડોદરામાં દરેક તહેવારની પરંપરાગત રીતે ઉજવણી થાય છે. વડોદરા
વાસીઓ માટે દેવઉઠી અગિયારસનું પર્વ અદકેરૂ મહત્વ ધરાવે છે. આ દિવસે ભગવાન
વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળતો હોય છે. શુક્રવારના રોજ દેવઉઠી અગિયારસના દિવસે
ચાંદીની પાલખીમાં નગરયાત્રાએ નીકળેલા ભગવાનની રાજમાતા શુંભાગીની રાજે ગાયકવાડ, મહારાજા સમરજીતસિંહ અને
મહારાણી રાધિકારાજે ગાયકવાડે પૂજા-અર્ચના કરી હતી. સવારે નવ વાગ્યાથી વરઘોડાનો
વાજતે ગાજતે પ્રારંભ થયો હતો. વિઠ્ઠલ..વિઠ્ઠલ..વિઠ્ઠલા...ના જયઘોષ વચ્ચે વાતાવરણ
ભકિતના રંગથી રંગાઇ ગયું હતું.
વરઘોડો વિવિધ વિસ્તારોમાં ફરીને શ્રીમંત ગહીનાબાઈ બાગ
લિંબુવાડીમાં શ્રી ગહિનેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યો જ્યાં બપોરે હરિ-હરનું
મિલન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, 12 નવેમ્બરના રોજ દેવદિવાળીના રોજ નરસિંહજીનો વરઘોડો ઉપરાંત વિરાસાની પોળમાં નરસિંહ ભગવાનનો
લગ્ન મહોત્સવ પણ ઉજવાશે.