વડોદરા : વિસરાયેલી આભલા ભરેલી ચણિયાચોળી ફરી બની યુવતીઓની પસંદ

New Update
વડોદરા : વિસરાયેલી આભલા ભરેલી ચણિયાચોળી ફરી બની યુવતીઓની પસંદ

29 સપ્ટેમ્બરથી જગતજનની માં શક્તિની આરાધના કરવાના મહા પર્વ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રી મહોત્સવમાં વર્ષા રાણી વિઘ્નરૂપ બને તેવી આગાહી છે.

આમ છતાં શહેરના ચણીયા-ચોળી માટેના મુખ્ય બજાર મનાતા નવા બજારમાં યુવાનો અને યવુતીઓ દ્વારા નવરાત્રી માટેની ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે.નવા બજારના વેપારી હિરાભાઇએ જણાવ્યું હતું કે, ગણેશ વિસર્જન બાદ ચણીયા ચોળીની ખરીદી નીકળતી હોય છે.

પરંતુ આ વખતે ખરીદી મોડી નીકળી છે પણ છેલ્લા 4 દિવસથી સારી ખરીદી જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીમાં ચણીયા ચોળી સહિત નવરાત્રીની વિવિધ ચિજવસ્તુઓમાં 20 ટકાનો ભાવ વધારો છે. જોકે, ખેલૈયાઓ ઉપર તેની કોઇ અસર જોવા મળતી નથી. ગરબા રમવાના શોખીનો મનમૂકીને ખર્ચ કરી રહ્યા છે. અન્ય વેપારી મહેશ તોલાનીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચણીયા ચોળી બજારમાં આભલા ભરેલી ચણીયા ચોળીની ભારે માંગ છે. જુની સ્ટાઇલ પરત આવી રહી હોય તેમ લાગી રહ્યું છે.

ગત વર્ષ કરતા ધંધા ઉપર અસર છે. આમ છતાં, છેલ્લા ચાર દિવસથી નીકળેલી ખરીદીથી વેપારીઓ ખૂશ છે. વધુમાં ઉમેર્યું હતું કે, આ વખતે નવરાત્રી મહોત્સવમાં વરસાદની દહેશત હોવાથી ધંધા ઉપર અસર જોવા મળી રહી છે.

Latest Stories