વધુ પડતો આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે જોખમ કારક

New Update
વધુ પડતો આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે જોખમ કારક

પશ્ચિમી દેશોમાં બિયર ડે કે અવનવા દિવસોનું સેલિબ્રેશન કરવામાં આવે છે, જેમાં લોકો દારૂ ઢીંચીને બેફામ બની જતા હોય છે, પરંતુ એક તાજેતરમાં જ કરવામાં આવેલા સર્વેમાં વધુ પડતા આલ્કોહોલ થી હાર્ટબીટ વધે છે જે આવનાર સમયમાં સ્વાસ્થ્ય માટે જોખમકારક હોવાનું કહેવામાં આવ્યુ છે.

જાણવા મળ્યા મુજબ જર્મનીમાં ઓક્ટોબર ફેસ્ટ નામનો બિયર-ફેસ્ટિવ યોજાય છે.જેમાં લોકો મોટી માત્રામાં બિયર પીને આનંદ માણે છે.પરંતુ જાણીતા નિષ્ણાંતોએ અા ફેસ્ટિવલમાં વધુ માત્રામાં બિયર પીનારા અંદાજિત ૩૦૦૦ લોકોનો અભ્યાસ કરીને નોંધ્યુ હતુ કે વધુ પડતુ અાલ્કોહોલિક પીણુ પીનારાઓના હાર્ટબીટ્સમાં અનિયમિતતા જોવા મળી હતી.

કાર્ડિએક એરિધમિયા તરીકે જાણીતી અા મેડિકલ કન્ડિશનને કારણે લાંબા ગાળે સ્વાસ્થ્ય પર જોખમ ઊભુ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. નિષ્ણાંતો એ નોંધ્યું હતુ કે અાલ્કોહોલિક પીણા થી હાર્ટબીટમાં અનિયમિતતા માત્ર મેદસ્વી કે ઓવરવેઈટ લોકોમાં જ નહીં, સ્લિમ લોકોમાં પણ જોવા મળી હોવાનું પણ નોંધવામાં આવ્યુ હતુ.

Latest Stories