વરસાદ ની ભીની મોસમ મન ને પ્રફુલ્લિત કરવાની સાથે બીમારી પણ સાથે લઈ ને આવે છે, જો થોડી સાવધાની રાખવામાં ન આવે તો ડાયરિયા નો ભોગ પણ બની શકાય છે ખાસ કરીને બાળકો ને આ સીઝન માં વધુ કાળજી રાખવી પડે છે.
ડાયરિયા પેટના ઇન્ફેસક્શન થી થતો રોગ છે, વરસાદ ની મોસમ માં વાસી ખોરાક આરોગવાથી,ગંદકી,દુષિત પાણી પીવાથી,બહારનો ખુલ્લો ખોરાક ખાવાથી તેમજ હાથ ની ગંદકી થી થાય છે.
ડાયરિયાના લક્ષણો :-
-દર્દી ને ઉલ્ટી તેમજ ઝાડા થવા ની સાથે પેટમાં ચૂંક આવવી
-અશક્તિ નો અહેસાસ થવો
-પાચન તંત્ર બગડવાની સાથે તાવ આવવાની શક્યતા રહેકલી છે
ડાયરિયા થી બચવા શું કરવું જોઈએ :-
તબીબી સલાહ અનુસાર સારવારની સાથે સાથે તળેલા તીખા મસાલેદાર ભોજન ન કરવું તેમજ ઉકાળેલું પાણી અને પ્રવાહી પદાર્થ વધુ માત્રામાં લેવો જોઈએ.