વલસાડ : દરિયો એક પણ સ્વરૂપ અનેક : સૌરાષ્ટ્રમાં તોફાની જયારે તીથલમાં જોવા મળી રહયો છે શાંત

New Update
વલસાડ :  દરિયો એક પણ સ્વરૂપ અનેક : સૌરાષ્ટ્રમાં તોફાની જયારે તીથલમાં  જોવા મળી રહયો છે શાંત

અરબી

સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરિયો તોફાની

બન્યો છે ત્યારે આનાથી વિપરિત સ્થિતિ વલસાડમાં જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાના

તીથલ ખાતે દરિયાના શાંત સ્વરૂપને જોવા સહેલાણીઓ ઉમટી રહયાં છે. 

મહા

વાવાઝોડાની અસર ને પગલે રાજયભરમાં વહીવટીતંત્ર એલર્ટ પર છે અને સરકાર પણ

વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા સજજ બની છે. વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં

મોજા ઉછળી રહયાં છે અને તેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરિયાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહયું છે તો બીજી તરફ

તીથલનો શાંત દરિયો સહેલાણીઓને આર્કષી રહયો છે. આજે સાતમ હોવાથી  દરીયામાં ભરતી નું જોર તો ઘટીજ રહ્યું

છે અને તિથિ પ્રમાણે દરીયામાં જુવાળ પણ ઓછો રહયો છે. વાવાઝોડાના કારણે લોકોમાં

ભયનો માહોલ જરૂર છે પણ હાલ દરિયો શાંત હોવાના કારણે લોકો દરીયામાં સ્નાનની સાથે સાથે વૉટર

સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરી રહયાં છે. દિવાળી વેકેશન હોવાથી સહેલાણીઓની સંખ્યા પણ

વધારે જોવા મળી રહી છે.

Latest Stories