વાપીઃ ભીલાડ રેલવે સ્ટેશનેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

New Update
વાપીઃ ભીલાડ રેલવે સ્ટેશનેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

ભીલાડ રેલવે સ્ટેશનેથી બીમારીથી મોત થયેલ અજાણ્યા હિન્દુ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. વાપી રેલવે પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ પ્રભુભાઈ મગનભાઈ પટેલે આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભીલાડ રેલવે સ્ટેશનના 2-3ના મધ્ય ભાગેથી વાપી રેલવે પોલીસને એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. અંદાજે 45 વર્ષ જેટલી ઉમરના લાગતા યુવાનનું મોત કોઈ બીમારીના કારણે થયેલ હોવાનું જાણવા મળ્યુ હતું. મૃતક યુવાને ક્રીમ કલરનું લાઈનીંગ વાળુ શર્ટ તેમજ મરૂન કલરનું પેન્ટ પહેરેલ હોવાનું જણાયું છે. વાપી રેલવે પોલીસે મૃતકના વાલી વારસોને શોધવાની તજવીજ હાથ ધરી છે.

Latest Stories