વર્તમાન સમયમાં ઘણી મહિલાઓ નોકરી અને ઘર સાથે સંભાળતી હોય છે. તેવામાં કોઇ દિવસ કામવાળી ન આવે તો હેરાન પરેશાન થઇ જાય છે. કારણકે કપડાં તો વોશિંગ મશીનમાં પણ ધોવાઇ શકે છે જ્યારે વાસણ તો જાતે જ માંજવા પડે છે. પણ જો તમને ખબર પડે કે વાસણ માંજવાથી તમે તન મનથી તંદુરસ્ત રહો છો તો! કંઇક આવુ જ કહેવું છે ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓનું.
તાજેતરમાં ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ 51 વિદ્યાર્થીઓ પર એક પ્રયોગ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વાંચવા લખવાના કાર્યની વચ્ચે 18થી 20 ડિશો સાફ કરવાની હતી.
આ પ્રયોગ દરમિયાન રિસર્ચકર્તાઓએ નોંધ્યું કે જે લોકો મન લગાવીને ડિશો સાફ કરતા હતા તેમને બીજા કામનો સ્ટ્રેસ ઓછો અનુભવાતો હતો તેમજ ઇમોશનલી પણ તેઓ સારું ફીલ કરતા હતા. વાંસણ માંજવા જેવા રૂટિન કામમાં એકાગ્રતાથી મન પરોવીને કામ કરવાથી વર્ક સ્ટ્રેસમાં પણ ઘટાડો થાય છે.