વિશ્વની સૌથી વધુ કમાણી કરતી હીરોઇનમાં પ્રિયંકાએ સ્થાન બનાવ્યુ

New Update
વિશ્વની સૌથી વધુ કમાણી કરતી હીરોઇનમાં પ્રિયંકાએ સ્થાન બનાવ્યુ

બોલિવૂડ હોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ દુનિયાની સૌથી વધુ કમાણી કરતી ટોપ 10 એક્ટ્રેસમાં સ્થાન મેળવ્યું છે. ક્વોન્ટિકોનનાં કારણે વિદેશમાં જબરજસ્ત લોકપ્રિયતા મેળવનાર પ્રિયંકા ચોપરાએ 65 કરોડની કમાણી કરી ફોર્બ્સની યાદીમાં આઠમું સ્થાન મેળવ્યું છે.

આ યાદી જૂન 2016 થી જૂન 2017 દરમિયાન અભિનેત્રીએ કરેલી કમાણીના આંકડા પર આધારિત છે. ફોર્બ્સના હિસાબે દુનિયાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી તરીકે ફરી સોફિયા વેરગારાએ ટોચનું સ્થાન મેળવ્યું છે. પ્રિયંકાએ ગત વર્ષે પણ ટોપટેનની યાદીમાં સ્થાન મેળવ્યું હતું.

Latest Stories