વેકેશનમાં શું કરશો ?

New Update
વેકેશનમાં શું કરશો ?

થાણાની બિલબ્લોગ હાઈ ઈન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર, પ્રિન્સિપાલ રંજીની ક્રિષ્નાસ્વામિ “વોટ ટુ ડુ ડ્યુરીંગ સમર વેકશન” વિષય પર સુંદર વિચારો પ્રસિદ્ધ કર્યા છે, અંગ્રેજીમાં લખાયેલા એ વિચારોને આપના સુધી પહોંચાડવા પ્રયાસ કરું છું.

મોટાભાગનાં છોકરા છોકરીઓને વેકશન પડ્યું હશે કે પડવાની તૈયારીમાં હશે ! મા-બાપ અને વાલીઓને આ સંતાનોની એવી તે કેવી પ્રવૃતિઓમાં જોડી રાખવા જેથી મા-બાપને એમ લાગે કે વેકેશનમાં સંતાનોનો ત્રાસ સહન કરવો પડ્યો નથી.

  • સંતાનો તમારા માટે :
  • વેકેશન છે એટલે મોડે સુધી પથારીમાં સુઈ રહેવાનું છોડી દેજો. જેવી આંખ ખૂલે કે ઘરમાં, કમ્પાઉન્ડમાં ચાલો, દોડો. મોડે સુધી પથારીમાં સુઈ રહેવું એ વેકેશન પતશે પછી કનડશે.
  • તમારા ઘરમાં જે અખબાર આવે છે એ વાંચો, પાઠ્યપુસ્તક સિવાયની તમારી મનગમતી બુક વાંચો.
  • દરેક સપ્તાહમાં પાંચ નવા શબ્દો શીખો એનો ઉપયોગ કેવી રીતે થાય એ શીખો. ભાષાનો બાધ ન રાખશો.
  • સંગીતનું કોઈ વાજીંત્ર વગાડતા શીખો. મનગમતું ગીત સાંભળો અને એની સાથે ગાતા શીખો. સૂર-લય-તાલની સમજણ કેળવો.
  • કોઈ વિષય અઘરો લાગતો હોય તો તે માટે યોગ્ય વ્યક્તિ પાસે બેસો એને પાકો કરો.
  • નવા વર્ષના પાઠ્યપુસ્તક આવી ગયા હોય તો એને સરસ પુઠા ચઢાવી શણગારો, વડીલોની મદદ લો.
  • સ્માર્ટ ફોનમાં વિડીયો ગેમ્સ રમીને કલાકો બરબાદના કરો.
  • સ્ક્રેબલ, ચેસ જેવી રમતો શીખો, રમો.
  • જો તમે ઉમંરમાં ૧૪-૧૫ની આસપાસના છો તો સમાજસેવાના કાર્યો કરો, કામવાળીના ઘરે જાવ, એના સંતાનનું રીઝલ્ટ જુઓ, એની સાથે સમય ગાળો, વૃદ્ધાશ્રમમાં ફરી આવો.
  • તમારા કપડા, ચોપડા જે કબાટમાં રહે છે એને ગોઠવો. જે નથી આવતા અને જરૂરિયાતમંદને આપવા જુદા તારવો.
  • સ્વૈચ્છિક સંસ્થાના સભ્યોને મળો, એ સમાજસેવાના શું કાર્યો કરે છે એ જાણો, રસ પડે તો એમની સાથે ફરો.
  • મા-બાપ વાલીએ શું કરવાનું ?
  • જો આપની પાસે સમય હોય તો એમને ભારતમાં જોવા લાયક સ્થળોએ લઈ જાવ. એ સ્થાન વિશે પહેલી જ જાણકારી આપો. વિદેશ સફર કરવાની કોઈ જરૂર નથી. અનિવાર્ય હોય તો કરી લેવી.
  • મામા-મામી, નાના-નાની, માસા-માસીના ઘરે મોકલો. સગાવહાલા સાથે રહેવાની અનુકૂળતા કરી આપો.
  • ઘરકામ કરવામાં જોતરો.
  • વારાફરતી વડીલો સંતાનો સાથે વાત કરે, અનુભવો કહે, સુખદ દુ:ખદ પ્રસંગો કહે, એથી વાકેફ કરો.
  • આપના કામની જગ્યાએ લઈ જાવ. તમે શું કરો છો એની એને જાણ કરો.
  • સંતાનોના મિત્રો સાથે મળવા દો, ઉજાણી કરવાનું આયોજન કરો.
  • ઈતર વાંચન કરે એવું તો કરો જ કરો.
  • સવારે કે સાંજે એકવાર પરિવાર સાથે બેસીને જમો જ.
Latest Stories