વેદનો ઉપાસક સાંઇભક્ત રામદૂત: સાંઈરામ દવે

New Update
વેદનો ઉપાસક સાંઇભક્ત રામદૂત: સાંઈરામ દવે

જે.સી.આઇ.ભરુચ આયોજીત કાર્યક્રમ જોઇને બ્લોગ લખતા મન મોર બની થનગાટ કરે છે.

દરબાર અને ગઢવીના ગઢમાં એક બ્રાહ્મણપુત્રએ પોતાનું અલાયદું સ્થાન જમાવવું મા સરસ્વતીની ક્રૃપા અને શિક્ષક ધર્મ બજાવનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ લોક સાહિત્યનું જતન અને સંવર્ધન કરનાર સાંઈરામ દવેને સો સો સલામ !

સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, ચીની અને જાપાનીસ ભાષાઓ સહજતાથી સાંકળી કાર્યક્રમ રજૂ કરી શકે, દેશપ્રેમ, દાંપત્યજીવનની રત્નકણિકાઓ હળવીશૈલીમાં બોલી શકે, ચારણકન્યા ગીત એની પૂર્વભૂમિકા અને ઉત્તરાર્ધ - આબેહૂબ રચી શકે એટલે સાઈરામ દવે.

એકવડોબાંધો, ખભા સુધી ઝૂલતા, ફરકતા કેશ, લલાટ પરથી ડાબા, જમણા હાથે એને પાછળ કરવાની અદા, શુધ્ધ ઉચ્ચાર, ગુજરાતી ભાષાના બધા જ વિરામો ગળથૂથીમાં અલ્પવિરામ, ઉદ્દગાર, પ્રશ્નાર્થ, આશ્ચ્રર્ય અને પૂર્ણવિરામ, બે શબ્દો વચ્ચેનો પોઝ, ગીત, ગઝલ, કવ્વાલી, હાલરડા વખતે સ્ટેજ પર કેવી રીતે બેસવું, પલાઠી વાળવી, ઘૂંટણભેર ઊંભા થવું, બોડી લૅન્ગવેજનો બેતાજ બાદશાહ એટલે સાંઈરામ દવે.

સ્મરણશક્તિનો શહેનશાહ એકવાર આપ એમને મળો, કેમ છો? મઝામાં, મૌજમાં કહો.... તમારી સ્વરપેટી સાંઈરામ દવેની સ્મરણશક્તિમાં અંકિત થઇ જાય, આપનો ફોટો એમના બ્રેઈનકેમેરામાં કેદ થઇ જાય. એ ધારે ત્યારે આપના અવાજમાં આપને બોલાવે. નામ દઈને બોલાવે. કોલેજકાળથી મિમિક્રીની કળા એમના લોહીમાં વહે. એટલે જ સાંઈરામ દવે જયારે ‘મેરે પ્યારે દેશવાસીઓ’ બોલે અને નજર સામે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેખાય, આપ કરતલ ધ્વનિ કર્યા વગર રહી ન શકો . સાંઈરામ દવેનો રાતે અઢી વાગે અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝમાં લીધેલો સાક્ષાત્કાર 'આવો મળીએ' કાર્યક્રમના ટોપ ટેનમાં આવે. જુઓ ચેનલ નર્મદા, રવિવાર,તા.16 એપ્રિલ, સવારે 10 કલાકે...

Latest Stories