શાહરૃખ ખાન કમલ હાસનની ફિલ્મ 'હે રામ ની રિમેક બનાવશે

શાહરૃખ ખાન કમલ હાસનની ફિલ્મ 'હે રામ ની રિમેક બનાવશે
New Update

શાહરૃખ ખાન કમલ હાસનની ફિલ્મ 'હે રામની રિમેક બનાવાની યોજના કરી રહ્યો છે. આ વાતની જાણકારી કમલ હાસને આપી હતી. શાહરૃખે ફિલ્મના સહ-નિર્માતા પાસેથી ફિલ્મના હક્ક ખરીદી લીધા હોવાની વાત છે.

હાલમાં શાહરૃખ અને કમલ હાસન એક ઇવેન્ટમાં સાથે મળ્યા હતા. ત્યારે બન્નેએ ઘણી વાતચીત કરી હતી. આ દરમિયાન કિંગ ખાને કમલ હાસનની ફિલ્મ હે રામની રીમેકની વાત કરી હતી. આ ફિલ્મ સાલ ૨૦૦૦માં જોકે હિંદીમાં રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મ મૂળ તો તમિલમાં બનાવામાં આવી હતી. આ ફિલ્મમાં શાહરૃખ ખાને પણ ભૂમિકા ભજવી હતી, તેમ કમલ હાસને જણાવ્યું હતું.

કમલ હાસને વધુમાં કહ્યું હતું કે'' મારી ફિલ્મમાં કામ કરવા બદલ શાહરૃખને બદલામાં ફક્ત એક રિસ્ટ વોચ મળી હતી. ફિલ્મ પૂરી થઇ ત્યાં સુધીમાં મારી પાસે એક પૈસો પણ રહ્યો નહોતો. તેણે ફિલ્મના સહ-નિર્માતા ભરત શાહ પાસેથી હે રામના હિંદી અધિકાર લઇ લીધા છે. તેને આ ફિલ્મ સાથે ખાસ લગાવ હશે તો જ તે ફરી ફિલ્મ બનાવાની વાત કરે. મારી ફિલ્મ તો તેણે દોસ્તી અને સેવાને ખાતર કરી હતી.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article