/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/16231323/maxresdefault-208.jpg)
રાજ્યભરમાં શિક્ષકો માટે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. શિક્ષકોએ હવે નસરકાર સામે આંદોલન કરવાની ફરજ પડી છે. કારણકે તેમને 4200 પેગ્રેડની માગણી કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર તે વાત સાભળવવા માટે તૈયાર નથી.એટલાજ માટે જ શિક્ષકો એ આંદોલનની દિશા પકડવાનો વારો આવ્યો છે. અને તેમના સમર્થનમાં કોંગ્રેસના મુખ્ય સ્પોક પર્સન મનીષ દોશી એક દિવસના પ્રતીક ઉપવાસ પાર બેઠા છે.
મનીષ દોશી શિક્ષકોના સમર્થમાં એક દિવસના પ્રતીક ઉપવાસ તેમના નિવાસ સ્થાને કરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારી જોતા તેમને એકલાએ આ પ્રતીક ઉપવાસ કર્યા છે... તેમની જોડે જિલ્લાના અનેક શિક્ષકો પણ જોડાયા છે તરતું આ મહામારીમાં લોકો ભેગા ન થાય તેના માટે તેમને જે વ્યક્તિ જ્યાં હોય ત્યાંથી તેમને સમર્થન આપવાનું કહેવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ખાડે જતી દેખાય છે. ઓનલાઇન એજ્યુકેશન ને મહત્વ આપવામાં આવે છે પરંતુ એ એજ્યુકેશન 14 વર્ષથી નાના બાળકોને ન આપી શકાય।.. ગુજરાતમાં ચિત્રના, પીટીના અને કોમ્યુટરના શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી। સરકારી શાળાઓના પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળતી।.. અને સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે. જાહેરાતોમાં કરોડો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ શિક્ષણ પાછળ નથી કરતા. મનીષ ડોશીને સમર્થન આપવા કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા પણ આવ્યા હતા. અને શિક્ષકોનો અવાજ સરકાર સુધી પોહ્ચાડવાની લડાઈમાં તેમનો સાથ પણ આપવામાં આવશે.