/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/40734be8-5fd3-4ba8-a009-7d4093f0b3be.jpg)
નારાયણ વિદ્યાવિહારનો ૧૬૨માં પુસ્તક સંવાદ બુધવાર, તા. ૧૦મી એપ્રિલ ૨૦૧૮ સવારે ૧૧:૩૦ કલાકે શાળાનાં સેમિનાર હોલમાં યોજાયો. જી.સી.ઈ.આર.ટીનાં પૂર્વ ડાયરેક્ટર ડો.નલિન પંડિત લિખિત “ભાર વિનાનું ભણતર” પુસ્તક પર એમણે અને એમના પત્ની શ્રીમતી દેવ્યાની પંડિત રસપ્રદ વક્તવ્ય આપ્યું, શિક્ષકો જોડે પ્રેશ્નોત્તરી કરી હતી. સ્કોર્ડન લીડર ત્રિવેદી સાહેબ, આચાર્ય મહેશ ઠાકરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાયમરીમાં અભ્યાસ કરતા બાળકનાં દફતરનું વજન કેટલું હોવુ જોઈએ ?
જવાબ : બાળકનાં વજનનાં ૧૦માં ભાગનું.
- વિશ્વમાં શ્રેષ્ઠ શિક્ષણ ફિનલેન્ડમાં અપાય છે. ત્રણ વિષયને પ્રાધાન્ય અપાયેલું છે. સંગીત, રમત અને પ્રાર્થના.
- ધોરણ ૯ સુધીમાં શાળામાં પ્લમ્બિંગ અને કન્સ્ટ્રકશન શિખવવામાં આવે જેથી પુખ્તવયે બાળક સ્વાવલંબી બને.
- ગુજરાતી બારાખડી બાળક બોલતા શિખે. લખતા એનું મગજ ચકરાવે ચઢે. અંગ્રેજી મૂળાક્ષરો સહેલા. અંગ્રેજીમાં ‘A’ અને માતૃભાષામાં ‘A’ ને ‘અ’ થાય. અંગ્રેજીમાં ‘X’ ગુજરાતીમાં ‘ક્ષ’ કેવી રીતે એના મગજમાં ઉતરે. આ માટે શિક્ષક અને મા-બાપ પાસે ધીરજ હોવી અત્યંત આવશ્યક.
- એક થી સો ગુજરાતીમાં બોલો અને One To Hundred માં બોલો હવે લખવાનું કહો. કેટલો ગૂચવાડો, બે, બાર, બાવીસ, બત્રીસ, બેતાળીસ, બોત્તેર, બાણું, બિચારું બાળક વિચારે છે તો બે પણ બે, બા, બ, બો, બા કેટલા ઉચ્ચાર થાય, પાછા યાદ રાખવાના. અંગ્રેજીમાં Twenty Two, Thirty Two, Forty Two, Ninety Two કોમન રહ્યો.
- સર્વાંગી વિકાસ એટલે શું ?
- ધડ, માથું, હાથપગ, હ્રદય. શિક્ષણ એવું અપાય જેનાથી આ બધાનો એકસરખો વિકાસ થાય. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયો ધડ, માથાનો અને મગજનો વિકાસ કરે. વ્યાયામ અને યોગ હાથપગનો વિકાસ કરે. સત્ય, પ્રેમ અને અહિંસા હ્રદયનો વિકાસ કરે. એ માટે ચિત્ર, સાહિત્ય અને સંગીત શિખવા પડે અત્યારે મોરારી બાપુ અને એ પહેલા ગાંધી એ આજ કામ કરેલું. હ્રદયનો વિકાસ થાય તો વ્યક્તિ ભ્રષ્ટાચારી, કામચોર કે અપરાધી બનતો અટકશે.
- અમેરિકામાં ૪ લાખ બાળકોને ડિસલેક્સીયા છે. વિશ્વમાં ૨૦% બાળકોને છે. એ બધા બુદ્ધિશાળી છે પણ લખવામાં, વાંચવામાં અને ગણતરી કરવામાં ભૂલ કરે છે. એમને માટે આજની શિક્ષણ પદ્ધતિ કામ ન લાગે અલગ મેથડોલોજી છે રાજકોટમાં ડો.જગદીશ કાનાની એની પર કામ કરી રહ્યા છે. આઈનસ્ટાઈન, ન્યૂટન, સચીન તેંડુલકર, અભિષેક બચ્ચન આ રોગના શિકાર હતા. સમયસર એમને યોગ્ય ઈલાજ મળ્યો અને આજે વિશ્વ પ્રસિદ્ધ હસ્તીઓમાં એમના નામ છે.
- શિક્ષણ જગતનાં શબ્દકોષમાં ઠોઠ કે નબળો શબ્દ હોવા જોઈએ નહિ.
શ્રીમતી દેવ્યાની પંડિતે માતાના ખોળામાં કે ઘોડિયામાં સૂતેલા બાળકને હાલરડાં ગાઈને સંભળાવતા હતા એનો મહિમા રજૂ કર્યો.
દિવસમાં ઓછામાં ઓછા એક કલાક એને મેદાનમાં રમવા દો.
સુરતમાં નાલંદા સ્કૂલે ‘પરીક્ષામુક્ત શાળા’ ‘પુસ્તક પણ નહિં પરીક્ષા પણ નહિં’ એવો પ્રયોગ શરૂ કર્યો છે. સીધી ૧૦માં ધોરણની પરીક્ષા આપવાની.
પુસ્તક સંવાદમાં સૌને ચાર પાના સ્ટેપલર મારીને આપવામાં આવ્યા જેમાં ‘ભાર વિનાનુ ભણતર’ પુસ્તકની અનુક્રમણિકા છે. ઝાડેશ્વર ‘પુસ્તક ઘર’ અને નારાયણ વિદ્યા વિહારનો સંપર્ક કરવાથી મળશે.