/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/07161107/maxresdefault-78.jpg)
રાજય સરકાર ભલે રાજયમાં દારૂબંધીનો કડક અમલ થતો
હોવાનો દાવો કરી રહી હોય પણ સરકારના દાવાની પોલી ખોલતી ઘટના વડોદરા જિલ્લાના શિનોર
નજીક બની છે. દારૂની હેરાફેરી કરતી કાર ટેમ્પા સાથે ટકરાતા દારૂની રેલમછેલ થઇ હતી
અને દારૂની બોટલોની લોકોએ લૂંટફાટ મચાવી હતી. હાલ સોશિયલ મીડીયામાં આ વીડીયો વાઇરલ
થઇ રહયો છે.
આપ જે વિડીયો જોઇ રહયાં છો તે શિનોર નજીકના બિથલી
ગામનો હોવાનું કહેવાય રહયું છે.
બીથલી ગામના બસસ્ટેન્ડ પાસે આઇસર ટેમ્પો અને એક કાર વચ્ચે અકસ્માત થયો હતો.
અકસ્માત બાદ ઘટનાસ્થળે ટોળા એકત્ર થઇ ગયાં હતાં અને કારની ડીકીમાં દારુની બોટલો
હોવાની જાણ થતાં લોકોએ દારૂની લૂંટફાટ ચલાવી હતી અને હાલ આ વીડીયો વાઇરલ થઇ રહયો
છે. આઇશર ટેમ્પો કેળા ભરવા જઇ રહયો હતો ત્યારે રાજપીપલાથી આવતી એક્સ્યુવી કાર રોંગ સાઇડે આવી આઇસર ટેમ્પો સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં આઇસર ટેમ્પો ચાલકને ઇજા થતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. કારમાંથી
લોકો દારૂની
બોટલોની લૂંટ કરતો વીડિયો વાઇરલ થતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
ઘટનાની જાણ થતા શિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.