શિવરંજની ગ્રૃપને સો સો સલામ !

New Update
શિવરંજની ગ્રૃપને સો સો સલામ !

ઈમેજ પબ્લિકેશનનો કાર્યક્રમ ભરૂચમાં યોજવા બદલ સદવિદ્યા મંડળ સંચાલિત અતુલાનંદજી ઓડિટોરિયમના કર્ણધારોને સલામ !

અઢળક પુસ્તકો, ક્યું ખરીદવું ક્યું નહિં. સુરેશ દલાલની પંક્તિ સ્મરણપટ પર આવે “જેવું જેનું ગજ્વું એવું એનું પેટ”. પુસ્તક માણસને પ્રાણવાયુ આપે છે. જેના ઘરમાં પુસ્તકાલય નથી એને દીકરી ન આપશો એવું ડો.ગુણવંત શાહએ પદ્મશ્રી મળતા પહેલા કહેલું એવું યાદ છે. ૭ થી ૧૦ મિનિટમાં મોનોએક્ટિંગ કરતાં દિગ્ગજ કલાકારો મારૂં શહેર જીવંત કરે. લાજવાબ.

જેને માતૃભાષા સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી, ગુજરાતી બારાખડી ઉકેલતા આવડતી નથી તેવા પ્રેક્ષકોને પણ મજબૂર કરે એટલો મજબૂત કાર્યક્રમ. તનાવમુક્ત કરે એવો કાર્યક્રમ.

ઉત્પલ ભાયાણી, હિતેન આનંદપરા અને અપૂર્વ આશર સંપાદિત દેશ પરદેશના ૫૦ નગરની તાસીર અને તસવીરને આવરી લેતો સંચય એટલે મારૂં શહેર.

સ્વામિ અતુલાનંદજી ઓડિટોરિયમની રંગભૂમિ પર ૫૦ માંથી ૭ શહેરોને જીવંત કર્યા આ પ્રમાણે સુરત (પરેશ ભટ્ટ), વડોદરા (મીનલ પટેલ), ન્યૂયોર્ક (ચિરાગ વોરા), ભૂજ (મેઘના સોલંકી), મુંબઈ (ખંજન ઠંબર), અમદાવાદ (નમ્રતા પાઠક) અને રાજકોટ (ઉત્કર્ષ મજમુદાર) કૃતિની રજૂઆત કરતા પહેલા સંચાલક મુકેશ જોષીએ ત્રણ ક્લૂ આપી શહેરનું નામ ધારવાની જેના જવાબ પ્રેક્ષકોએ લગભગ ફટાફટ અને સાચા આપ્યાં. નાટ્યાત્મક પ્રસ્તુતિ સંજય ગોરડિયા પ્રોડક્શન્સના દિગ્દર્શક વિપુલ મહેતાની હતી. સંગીત રાહુલ અને મેહુલ દ્વારા પીરસાયું. સન્નિવેશ : છેલ – પરેશ

આ કાર્યક્રમ જેણે માણ્યો એણે મન ભરીને માણ્યો. ભરૂચના આંગણે આવો વિરલ કાર્યક્રમ વિનામુલ્યે યોજાય છે એજ ભૃગુઋષિની તપોભૂમિ, ક.મા. મુન્શીની જન્મભૂમિ અને મા નર્મદાના આશીર્વાદ છે.

Latest Stories