/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/06132427/maxresdefault-56.jpg)
મહારાષ્ટ્રની રાજનીતીમાં ઘર્ષણ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે. એક તરફ ભાજપ તો બીજી તરફ શિવસેના કોઈ પણ પક્ષ નમતું જોખવા તૈયાર નથી. જો કે શું મહારાષ્ટ્રમાં નવો વિકલ્પ તૈયાર થશે કે કેમ?
શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રસ્તાવનો જવાબ આપ્યો છે. બુધવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે હવે કોઈ પ્રસ્તાવ આવશે નહીં અને જશે પણ નહીં. અગાઉ જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે મુજબ જ વાટાઘાટો કરવામાં આવશે. મીડિયા સાથે વાત કરતાં રાઉતે કહ્યું, 'એક લાઈનનો પ્રસ્તાવ છે જેનો નિર્ણય અગાઉ લેવામાં આવ્યો હતો. હવે નવી દરખાસ્તનો અર્થ શું છે? હવે કોઈ દરખાસ્ત આવશે નહીં, જશે નહીં. જે વાત પહેલા થઈ હતી તે જ વાત થશે. નવી વાત નહીં થાય. સહમતી પહેલા થઈ હતી.
તો સાથે જ રાઉતે કહ્યું, 'અમે મુખ્ય પ્રધાનપદ પર કરવામાં આવેલા કરાર પર જ ચૂંટણી લડ્યા હતા, અને તેના પર જ ગઠબંધન હતું. જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જરૂર પડે છે તો તે જનતા સાથે અન્યાય થશે. મહારાષ્ટ્ર જો રાષ્ટ્રપતિ શાસન તરફ આગળ વધી રહ્યું છે, તો તેના માટે અમે જવાબદાર નથી.
તમને જણાવી દઇએ કે, એક તરફ ભાજપે શિવસેના સાથે સરકાર બનાવવાનો આગ્રહ કર્યો હતો અને દાવો કર્યો હતો કે વાટાઘાટ માટે 24 કલાક દરવાજા ખુલ્લા રહેવા જોઈએ અને બોલ શિવસેનાના દરબારમાં મૂકવામાં આવ્યો છે. તો હવે બીજી તરફ, શિવસેના તરફથી એક નવી ટ્વીટ આવી છે, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા અડચણ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે ટિ્વટ કર્યું હતું કે, "જે કંઇ કરતા નથી, તેઓ કમાલ કરે છે." જણાવી દઈએ કે એક દિવસ પહેલા સંજય રાઉતે કહ્યું હતું કે, "મુખ્યમંત્રી શિવસેનાના હશે. મહારાષ્ટ્રનું રાજકારણ બદલાઈ રહ્યું છે. તમે જાતે જ જોશો." રાઉતે કહ્યું, ન્યાય અને અધિકારની લડત છે. વિજય આપણો હશે.