શું કોઈ એક ફિલ્મ જોવાથી ડિપ્રેશન માંથી બહાર આવી શકાય ?

શું કોઈ એક ફિલ્મ જોવાથી ડિપ્રેશન માંથી બહાર આવી શકાય ?
New Update

હું સંધ્યા ઋષિ દવે આજે તારીખ ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ સાંજે ૬:૫૦ના શોમાં મારા અંગત મિત્રો પીના તથા મુકેશભાઈ સાથે બ્લ્યુચીપ થિયેટરમાં પેડમેન પિક્ચર તેમના અતિ આગ્રહને વશ થઈ જોવા ગઈ. Thanx to them & thanx to Shivangi મારી પૂત્રવધુ કે જેમણે મને આ પિક્ચર જોવા પ્રેરી.

હું સાઈક્રાટીક પેશન્ટ રહી ચૂકી છું. મારા પપ્પાનાં અવસાન પછી ડો.સુનીલ ક્ષોત્રિયની મેં ૧ વર્ષ દવા લીધી છે. છેલ્લા ૪ મહિનાથી જ બંધ કરી હતી, હમણા ૨ મહિનાથી હું ખુબ જ નર્વસનેશ ફરીથી અનુભવતી હતી. પરંતુ આજે ‘પેડમેન’ પિક્ચર જોયા પછી મારામાં ગજબની હિમંત આવી ગઈ છે. એક ૮ ચોપડી ભણેલો સામાન્ય કારીગર પતિ પોતાની હિમંતથી જો પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરી શકતો હોય, અનેક મુશ્કેલીઓ છતાં સામનો કરી “પદ્મશ્રી” એવૉર્ડ મેળવી શકતો હોય તો શું હું ઋષિ દવેની પત્ની, જિગરની મમ્મી અને શિવાંગી જેવી હિમંતવાન પુત્રવધુની સાસુ સંધ્યા એક ડિપ્રેશન જેવી નાની સરખી બિમારીને માત ન કરી શકું ? હું જરૂર થી કરીશ. આ પિક્ચરે મને એમ કરવા પ્રેરી છે. તમે સૌ પણ જરૂરથી સમય કાઢી આ પિક્ચર જોજો. ડિપ્રેશન માંથી મુક્ત બની આજ બ્લોગમાં ઋષિ સાથે ખભેખભા મિલાવી ફરી થી હું આપ સૌને મળીશ.

#ઋષિ દવે
Here are a few more articles:
Read the Next Article