/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/05/32ab43d8-f832-4af0-87b1-ea7a27062129.jpg)
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. આઝાદી પહેલાં અને આઝાદી પછી ભારતીય રાજનીતિમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેઓ ભારતના પહેલા મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પિતા હતા.
જવાહરલાલ નહેરુના પિતા અલ્હાબાદમાં એક જાણીતા વકીલ હતા. તેઓ 15 વર્ષના થયા ત્યાં સુધી જવાહરને ઘરે જ શિક્ષણ આપવામાં આવ્યું હતું. 15 વર્ષની ઉંમરે જવાહરલાલ નહેરૂ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા. જ્યાં તેમણે કેમ્બ્રિજની યુનિવર્સિટીની ટ્રિનિટિ કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી.
જોકે, કેટલીક માન્યતાઓ મુજબ જવાહરલાલ નહેરુના મૂળિયા કાશ્મીરી પંડિત સાથે નહી પણ મુઘલો સાથે જોડાયેલા છે.
કહેવાય છે કે ગિયાસુદ્દીન ગાઝી દિલ્હી મુઘલ દરબારમાં કોટવાલ હતા. 1857નો વિપ્લવ થયા બાદ અંગ્રેજો મુઘલોને શોધી શોધીને તેમની હત્યા કરી દેતા હતા. જ્યારે જે હિન્દુઓ હોય તેમને અંગ્રેજો બક્ષી દેતા હતા. તેથી ગિયાસુદ્દીન ગાઝીએ પોતાનું નામ બદલીને ગંગાધર કરી દીધું હતું. ગાઝી નહેરના કિનારે વસતા હતા તેથી તેમણે તેમની સર્નેમ નહેરૂ કરી દીધી હતી. એનસાક્લોપિડીયા ઓફ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સના 13મા વોલ્યુમમાં એમ.કે.સિંગ દ્વારા આ વાતનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જવાહરલાલની બીજી બહેન ક્રિષ્ના હઠિસિંગે પણ તેમના એક બાળપણના કિસ્સાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમના દાદા મુઘલ સમ્રાટ બહાદૂરશાહ ઝફરના દરબારમાં કોટવાલ હતા.
જવાહરલાલે પણ તેમની આત્મકથામાં લખ્યું છે કે તેમણે તેમના દાદાનું એક હસ્તરચિત પેઇન્ટિંગ જોયું છે. જેમાં તેઓ એક મુઘલ ઉમરાવ જેવા દેખાઇ રહ્યા હતા. પિક્ચરમાં તેમની લાંબી અને ગાઢ દાઢી દેખાઇ રહી હતી. તેમણે મુસ્લિમ ટોપી પહેરેલી હતી અને તેમના હાથમાં બે તલવારો હતી. જવાહરલાલ નહેરુએ તેમની ઓટોબાયોગ્રાફીમાં તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે દિલ્હીથી આગ્રા આવતા તેમના દાદાના પરિવારના સભ્યોને અંગ્રેજો દ્વારા મારી નાંખવામાં આવ્યા હતા. તેમની હત્યાનું કારણ તેમના મુઘલ લક્ષણો હતા. તેમણે જ્યારે કહ્યું કે તેઓ કાશ્મીરી પંડિત છે ત્યારે અંગ્રેજોએ તેમને છોડી મૂક્યા હતા. 19મી સદીના ઉર્દૂ સાહિત્યમાં ખાસ કરીને ખ્વાઝા હસન નિઝામીના લખાણમાં મુઘલો અને મુસ્લિમોની દયનિય સ્થિતીનું વર્ણન કરવામાં આવેલું છે કે કેવી રીતે તેઓ પોતાનો જીવ બચાવવા બીજા શહેરોમાં ભાગી ગયા હતા. તેમાં જવાહરલાલ નહેરૂના દાદાનો પણ સમાવેશ થતો હતો તેવું લોકોનું માનવું હતું.
તેમના મુઘલ મૂળિયા હોવાની પહેલી દલીલ એ હતી કે મુઘલોના રેકોર્ડ પરથી તે જાણવા મળે છે કે મુઘલ સામ્રાજ્યમાં કોઇ હિન્દુ કોટવાલ નહોતો. આટલા મહત્વપૂણ હોદ્દા પર કોઇ હિન્દુ પંડિત હોય તે અશક્ય લાગે તેવી બાબત હતી.
બીજી એક દલીલ એ પણ હતી કે જવાહર શબ્દ અરબી ભાષાનો છે. જેનો અર્થ રત્ન થાય છે. કોઇપણ બ્રાહ્મણ પરિવાર પોતાના દિકરાનું નામ અરબી ભાષા પરથી શા માટે રાખે?
જોકે, આ અંગે કોઇ સચોટ પુરાવા નથી. પરંતુ એક સત્ય હંમેશા રહેશે કે જવાહરલાલ નહેરુ ભારતના એક મહાન નેતા હતા અને હંમેશા રહેશે.