/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/84ee1cf3-6e45-4573-a077-8a352ec2d586.jpg)
કવિ,સંચાલક, નાટ્યકાર અને મિત્ર અંકિત ત્રિવેદી ગુજરાતી ભાષાપ્રેમીઓ એને ઓળખે, જાણે, સાંભળે અને માણે. એમની એક રચના “ નવું વર્ષ કોને કહેવાય ? ” વોટ્સએપ પર મળી, વાયરલ થઈ, નવા વર્ષના બ્લોગનો શુભારંભ કરું છું.
મારા સપના તારી આંખે સાચા પડતા જાય,
એને નવું વર્ષ કહેવાય.
હું કાંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય,
એને નવું વર્ષ કહેવાય.
લાભ, શુભ ને ચોઘડિયા પણ અંદરથી ઉજવાય,
એને નવું વર્ષ કહેવાય.
ટુંકમાં તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય,
એને નવું વર્ષ કહેવાય.
- અંકિત ત્રિવેદી
નવા વર્ષે મળેલા મેસેજમાં ગમ્યાં તે લખું છું :
- “રેત” માં હોત તો ભુસીયે નાખત,
પણ તમે તો જિંદગીમાં ‘પગલાં’ પાડી બેઠા !
- આજે કંઈક અધુરું છે તારા વિના,
શું ત્યાં પણ આવું જ છે મારા વિના !
- આજ થી એવા લોકોને ટેન્શન ચાલુ...
જેને કીધેલ છે કે દિવાળી પછી આપી દઈશ...
- અદબ સે ઉઠાના બુઝે દીયો કો...
સારી રાત ઉસને જલ કર તુમ્હારી રાત રોશન કી હે.
- તમારી આંખો હસે ને હોઠ મલકે...
નવું વરસ બસ આમ જ છલકે
“મેં શાયર તો નહી” નામનું ખૂબ સરસ ગ્રૃપ છેં. એમાં પ્રસંગોપાત શાયરી, પંક્તિ, અછાંદસ આવે છે. રાજકરણથી માંડી ને અદ્ ના સાહિત્યરસિકો આ ગ્રૃપ સાથે જોડાયેલા છે. ગ્રૃપના એડમીનની ચાંપતી નજર રહે છે કે બિનસાહિત્યિક વાત મુકાય નહિ. જ્યારે પણ “મેં શાયર તો નહી” ગ્રૃપ જુવો ને તાજગીસભર એકાદ મેસેજ અચૂક મળે. નવું વર્ષ ગત વર્ષની તુલનામાં ભારે હલચલ મચાવશે. 'ચૂંટણી' ના પડઘમ વાગશે. નવા સુત્રો, નવા વાયદા, નવા ચહેરા, નવી રમત, આપના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરવાનું ચૂકશો નહિ, એવીએમ મશીન, વગેરે ઈત્યાદિ એટ્સેટ્રા, હે ! ઈશ્વર દિવાળીમાં મળેલા મેસેજ ડિલીટ કરવાની શક્તિ આપજે.
નૂતન વર્ષાભિનંદન.