સંજય લીલા ભણસાલીનો પ્રિન્સ બનશે રિતિક રોશન 

New Update
સંજય લીલા ભણસાલીનો પ્રિન્સ બનશે રિતિક રોશન 

રિતિક રોશન અને સંજય લીલા ભણસાલીએ ફિલ્મ ગુઝારિશમાં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંનેએ કયારેય કામ કર્યું નથી. ફિલ્મ પદ્માવત બાદ ભણસાલીના મનમાં રિતિક રોશનનું નામ પોતાના આગામી પિરિયડ ડ્રામા ફિલ્મ માટે આવ્યું છે.

આ ફિલ્મનું નામ પ્રિન્સ રાખવામાં આવ્યું છે. રિતિકને ધ્યાનમાં રાખીને ભણસાલીએ ફિલ્મ પ્રિન્સ બનાવવાની યોજના ઘડી કાઢી છે. આ ફિલ્મ માટે ભણસાલી સાથે રિતિકે કલાકો મુલાકાત કરી હતી. જો કે આ ફિલ્મ માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રિતિક રોશને આ અગાઉ મોહેન્જો દરો, જોધા અકબર જેવી પિરિયડ ફિલ્મો કરી છે. આ બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો

Latest Stories