સાઉથ આફ્રિકામાં ઐતિહાસિક સફળતા સાથે ભારત વન ડેમાં નંબર વન

New Update
સાઉથ આફ્રિકામાં ઐતિહાસિક સફળતા સાથે ભારત વન ડેમાં નંબર વન

કુલદીપ યાદવે ચાર અને ચહલ તેમજ હાર્દિક પંડયાએ બે-બે વિકેટ ઝડપતા ભારતે સાઉથ આફ્રિકાને તેની જ ભૂમિ પર પાંચમી વન ડેની સાથે શ્રેણીમાં 4-1 થી હરાવીને ઈતિહાસ રચી દીધો છે. જીતવા માટેનાં 275નાં ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા 42.2 ઓવરમાં જ 201માં સમેટાતા ભારતનો 73 રનથી વિજય થયો હતો.

આ સાથે ભારતે ઐતિહાસિક સફળતાની સાથે વન ડેના વર્લ્ડ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે પ્રભુત્વ સ્થાપિત કરી દીધું છે કારણ કે ટીમ ઈન્ડિયા ટેસ્ટના વર્લ્ડ રેન્કિંગમાં પહેલેથી ટોચનો ક્રમ ધરાવે છે. જ્યારે ટી-20ના રેન્કિંગમાં ભારતને ત્રીજો ક્રમ મળ્યો છે.

ભારતે છ મહિનામાં પહેલી વખત આઇસીસી વન ડે રેન્કિગમાં ટોચનો ક્રમ મેળવ્યો છે. રસપ્રદ બાબત એ છે કે, ભારતે સાઉથ આફ્રિકા પાસેથી જ નંબર વનનો તાજ આંચકી લીધો છે અને તેઓ હવે બીજા ક્રમે ફેંકાયા છે. નવા રેન્કિંગ અનુસાર ભારતને 122 પોઈન્ટ્સ મળ્યા છે. જ્યારે સાઉથ આફ્રિકાનાં 118 પોઈન્ટ થઈ ગયા છે.

Latest Stories