/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/Zi7bHQnD.jpg)
સાપુતારા નજીકના બોરમલ ગામની પ્રાથમિક શાળામાં જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંચાલિત સી.આર.સી કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.
નિયત કરેલ વિષય અનુસાર કુલ આઠ શાળાઓ પૈકી પાંચથી સ્પર્ધામાં ભાગ લીધો હતો.બોરખલ પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેનએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને જીવનમાં આગળ વધવા માટે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રાથમિક શાળાના ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શીલાબેન બાબુલ એ ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ ના જીવન ઉપર વક્તવ્ય રજૂ કર્યું હતું.શાળાના શિક્ષિકા સુલોચના કામઠી એક કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને આભારવિધિ કરી હતી.
મહાનુભાવોના હસ્તે રિબીન કાપી પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું જે જેની મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો એ ભાગ લીધો હતો પ્રાથમિક શાળા વિભાગ-3 માં સોલારની કૃતિ મૂકી હતી જે તાલુકા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી હતી.આ ઉપરાંત પાયલ ઘોડી પ્રાથમિક શાળા તેમજ પ્રાથમિક શાળાની કૃતિ તાલુકા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેવા માટે પસંદગી પામી છે.