/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/rushi-dave.jpg)
અમારા સૌના વડીલ મુરબ્બી માર્ગદર્શક, રાહબર શિક્ષણવિદ્દનું સોળમું પુસ્તક તૈયાર થયુ. શીર્ષકની મથામણ ચાલતી હતી. બેક કવર પર જેમણે આમુખ લખીને મોકલ્યુ હતુ. એમાંથી મેટર સુસંગત લાગતા હવે, બેક કવર પર લેખકની કઈ તસવીર મુકવી એની શોધ શરૂ થઈ. એ જ અરસામાં આગામી પંદર પુસ્તકોના બેક કવર મારા દીકરાએ જોયા અને લેખકને કહ્યું , '' અંકલ , પ્રોફેશનલ ફોટોગ્રાફર પાસે જ બેક કવર માટે ફોટો પડાવો, પાસપોર્ટ સાઈઝના ફોટાનો જમાનો ગયો. એ તો સરકારી કામકાજમાં ચાલે. મુરબ્બીએ મને આ વાત કરી. મેં મારો મિત્ર કે જે પ્રોફેશનલ ફોટોગ્રાફર હતો. તેને કહ્યું મુરબ્બીના ત્રણ, ચાર, પાંચ ફોટા પાડજે. ઓફિસમાં, લેપટોપ પર, મોબાઈલ પર વાત કરતા , લખતા. એક, બે ફોટા પગથી માથા સુધીના. એમાંનો એક લખતો ફોટો સોળમાં પુસ્તક માટે ગમ્યો, મોકલ્યો અને પુસ્તકનું બેક ટાઇટલ ઓ.કે. થયું.
અહીં સુધીની વાત એક પ્રક્રિયાની છે. હવે જે વાત કરવાની છે અને આ બ્લોગનું શીર્ષક છે એ વિષે. ષષ્ઠીપૂર્તિ વટાવીયે એટલે વયસ્ક વ્યક્તિઓએ એટલુ વિચારવાનું કે ક્યારે હંમેશના માટે શ્વાસ બંધ થાય. ઓક્સિજન વેન્ટીલેટર એ બધું ખરું! પણ અંત નજીકમાં નક્કી છે. ત્યાર પહેલાં આપણા અવસાન બાદ જો સ્મશાન યાત્રા, બેસણું, પ્રાર્થનાસભા પરિવારજનો કરવાના જ હોય તો પ્રોફેશનલ ફોટોગ્રાફર પાસે એકાદ બે ફોટા એવા પડાવી રાખવા કે, એમને દોઢ બાય બે કે, બે બાય ત્રણ નો ફોટો એનલાર્જ કરાવવા ફોટો ગોતવો ના પડે. બે હાથ જોડી ગુલાબની બે પાંખડી ફોટા પર ચઢાવવા આવે તેને તસવીર જોઇને એક આંખમાં આંસુ અને એક આંખમાં એ વાતનો આનંદ થાય કે મુરબ્બી હતા તો ખુમારીવાળા. એ પછી તો ડ્રોઈંગરૂમમાં કે ઘરની દીવાલ પર લટકવાનું જ છે, સુખડના હાર સાથે.