/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/15133027/maxresdefault-168.jpg)
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ
કોઝ-વે નજીક ભાઈએ ભાઈની
હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સગા ભાઈએ તેના જ ભાઈ પર ચપ્પુના ઘા વડે હુમલો
કરી મોત ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ ઇકબાલ નગરમાં રહેતો 38 વર્ષીય આરીફ રહેમાન સૈયદ તેની પત્ની, ત્રણ પુત્રી અને એક દીકરા સાથે રહે છે. તે કેટરર્સમાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત 15 દિવસ પહેલા આરીફે તેના ભાઈ અલ્તાફને ગુનાહિત રસ્તો છોડવાનું કહેતા બન્ને ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ બન્ને ભાઈ વચ્ચે ઝગડા થયા કરતાં હતા. અલ્તાફે ઝગડાના અદાવતની રીશ રાખી તેના ભાઈ આરીફ ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે.