સુરત : છઠ્ઠ પૂજા દરમિયાન 3 યુવકો ડુબ્યા તળાવમાં : એકનું થયું મોત

New Update
સુરત : છઠ્ઠ પૂજા દરમિયાન 3 યુવકો ડુબ્યા તળાવમાં : એકનું થયું મોત

છઠ્ઠ પૂજા

દરમિયાન સુરતમાં એક કરૂણાંતિકા સર્જાઈ છે.છઠ્ઠ પૂજા દરમ્યાન વડોદ ગામના તળાવમાં

ત્રણ યુવકો ડુબી ગયાં જેમાં બે યુવાનને લોકોએ બચાવી લીધા જયારે એક યુવાનનું મોત

નીપજયું છે. 

સુરતના પાંડેસરા સ્થિત વડોદ ગામ ખાતે તળાવ ખાતે છઠ્ઠ પુજાની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયાં હતાં. તે દરમિયાન તળાવમાં ત્રણેય યુવકો ગરકાવ થઇ જતાં નાસભાગ મચી હતી. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતાં અને તેમણે ત્રણેય યુવકોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા.જ્યા હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં એક યુવકનું મોત નીપજ્યું હતું. ત્રણેય યુવકો પોતાના પરિવાર સાથે વડોદ ગામ ખાતે આવેલ તળાવ પર પૂજા કરવા માટે આવ્યા હતા.જો કે ઘટના બાદ પરિવારનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.

Latest Stories