New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/07152003/maxresdefault-76.jpg)
મહા વાવાજોડાની અસરના પગલે સુરતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસતા લગ્ન મંડપ તૂટી પડયો હતો. ઘટનાના પગલે મંડપમાં હાજર લોકોમાં દોડધામ મચી હતી.
ગુજરાત ભરમાં હાલ મહા વાવાઝોડાનું સંકટ ટળી ચૂક્યું
છે પણ ઠેર ઠેર કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઇ ચુકી છે. ગુરૂવારે સવારથી સુરત સહિત
દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં વરસ્યાં હતા. ભારે પવન ફૂંકાવાની
સાથે સુરતમાં વહેલી સવારે પવન સાથે વરસાદની શરૂઆત થઇ હતી. સુરતના લિંબાયત સ્થિત
ભાવનગર સોસાયટી ખાતે લગ્ન પ્રસંગ માટે તૈયાર કરાયેલ મંડપ ભારે પવનના કારણે તૂટી
પડયો હતો. લગ્ન મંડપ તૂટી પડતાં ભારે નાસભાગ મચી હતી. જો કે ઘટનામાં સદનસીબે કોઇ
જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.