/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/06175621/maxresdefault-63.jpg)
રાજ્યભરમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના
પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આ વર્ષે લીલો
દુષ્કાળ થયો છે. રાજ્ય સરકાર દ્વારા લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગ
સાથે ખેડૂતોએ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. કમોસમી
વરસાદથી નાશ પામી બળી ગયેલા પાકના જથ્થાને લારીમાં મૂકી ઢોલ નગારાના નાદ સાથે
વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના પાક પાણીમાં ફેરવાઈ જતા હાલ
ખેડૂતોની કપરી પરિસ્થિતિ બની છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી પરિસ્થિતિનું
નિર્માણ થયું છે. વધુમાં આ બાબતે સરકાર ખેડૂતોને પાકની નુકશાની અંગે યોગ્ય સહાય
વળતર આપે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે.
કોંગ્રેસના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો
રેલીમાં જોડાઈ કમોસમી વરસાદથી નુકશાન પામી બળી ગયેલા પાકનો જથ્થો સેવાસદન ખાતે
ઠાલવ્યો હતો. નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આગામી સમયમાં જો માંગણી નહીં
સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.