સુરેન્દ્રનગર  : ધ્રાંગધ્રાના વિરાણીપાથી કચ્છ આશાપુરા માતાના મઢે જવા પદયાત્રા સંઘ રવાના

New Update
સુરેન્દ્રનગર  : ધ્રાંગધ્રાના વિરાણીપાથી કચ્છ આશાપુરા માતાના મઢે જવા પદયાત્રા સંઘ રવાના

નવરાત્રીના દિવસો નજીક છે, ત્યારે માતાજીની ભક્તિ કરવા માટે લોકો પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ દર્શાવી માતાજીના દર્શન કરવા માટે જતાં હોય છે. પગપાળા માતાના મઢે દર્શન કરવા માટે ચાલીને તેમજ સાયકલ દ્વારા લોકો જતા હોય છે.

ધાંગધ્રાથી માતાના મઢે ચાલીને જવા માટે એક મોટો સંઘ નીકળ્યો છે. આ સંઘ છેલ્લા ૧૯ વર્ષથી કચ્છ આશાપુરા માતાના મઢે પદયાત્રા કરી ચાલીને જાય છે. નવરાત્રીના પહેલા અથવા બીજા નોરતે ત્યાં પહોંચીને માં આશાપુરાના દર્શન કરે છે. ધ્રાંગધ્રામાં વિરાણીપાથી સંઘ સવારે માં આશાપુરા માતાજીની આરતી કરીને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરના રોડ ઉપર ગરબા ગાતા અને “બોલ માડી.. અંબે જય જય અંબે...”, જય માતાજીના નારા સાથે ૨૦૦ જેટલા શ્રધ્ધાળુઓ તેમજ નજીક વિસ્તારના લોકો પણ આ સંઘમાં જોડાયા હતા.

Latest Stories