હાલ ચાલી રહેલ નવલી નવરાત્રીના આઠમા નોરતે સુરેન્દ્રનગર શહેરમાં ૫૦ વર્ષથી પણ જૂના માં અંબાના મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા હતા.
આઠમા નોરતે એટલે કે આઠમના દિવસે સુરેન્દ્રનગર શહેરમાં ૫૦ વર્ષથી પણ જૂનું માં અંબાનું મંદિર આવેલ છે. નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભકતોએ માં અંબાના દર્શન સહિત માંની આરાધના કરી હતી. આ મંદિરમાં વર્ષો જૂની પરંપરા મુજબ નવરાત્રી મહોત્સવ દરમ્યાન પ્રાચીન ગરબા પણ રમવામાં આવે છે. મંદિર પરિસરમાં યુવક યુવતીઓ સહિત બાળકો ગરબાના તાલે ઝુમ્યા હતા. માં આંબાનું મંદિર સુરેન્દ્રનગર શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ હોવાથી સવિશેષ પ્રમાણમાં લોકોએ મંદિરમાં બિરાજમાન મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.