સુરેન્દ્રનગર : વૃદ્ધ પેન્શન યોજના સહાયની રકમ ન મળતા લાભાર્થીઓએ મચાવ્યો હોબાળો

New Update
સુરેન્દ્રનગર : વૃદ્ધ પેન્શન યોજના સહાયની રકમ ન મળતા લાભાર્થીઓએ મચાવ્યો હોબાળો

સુરેન્દ્રનગરમાં વૃદ્ધ પેન્શન યોજના સહાય પોસ્ટ ખાતામાં જમા થાય તે માટે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

વિધવા પેંશનના હુકમોને ૪થી ૬ માસનો સમયગાળો વિતી ગયો હોવા છતાં વૃદ્ધ પેન્શન સહાય મેળવતા લાભાર્થીઓને સહાયની રકમ ન મળતા પરેશાની અનુભવી રહ્યા છે. દિવાળી તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વયોવૃદ્ધ લોકોએ વિધવા પેન્શનની રકમ જે તે લાભાર્થીના પોસ્ટ ખાતામાં જમા કરાવીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી, તેમજ બીપીએલ કાર્ડની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી બંધ છે. જેથી આર્થિક રીતે નબળા લોકો અને વૃદ્ધો પેન્શન સહાયથી વંચિત રહેવા પામ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

publive-image

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આગેવાનો સાથે મોટી સંખ્યામાં વયોવૃદ્ધ લોકોએ પોસ્ટ ખાતાની ચોપડી સાથે કલેકટર કે.રાજેશ સમક્ષ દોડી જઇ રજૂઆત કરી હતી. તેમજ વૃધ્ધ પેન્શનના લાભાર્થીઓને ઉંમરના દાખલા સરકારી હોસ્પિટલમાંથી આપવામાં ન મળતા વૃધ્ધ લોકો આર્થિક લાભથી વંચિત રહેતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. લાભાર્થીઓને મળતી વૃદ્ધ પેન્શન યોજના સહાય પોસ્ટ ખાતામાં જમા થાય તે માટે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Latest Stories