/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/19151213/Q5Ifb1hu.jpg)
અતુલ્ય ભારતના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે સુરેન્દ્રનગર આનંદભુવન ખાતે નવી દિલ્હીની સાન્સા ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
સાન્સા ફાઉન્ડેશન દ્વારા આયોજીત ત્રિદિવસીય એક્ઝિબિશનમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ માન્ય 40 જેટલા સ્ટોલનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં મુખ્યત્વે ડીઆરડીઓ ઇન્ડિયા પેસ્ટીયસ લેબ અને આરએનડીઇ એન્જિનિયરસ, પુણે દ્વારા 4 ડેમો લેટેસ્ટ મિસાઈલનું પણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં આકાશ, બ્રહ્મોસ અને ઈલેક્ટ્રોનિક રોબોટ્સ, સ્વ સંચાલિત બ્રિજ તેમજ બોમ્બના ડેમો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં ખાસ કરીને સાયન્સ, આયુષ, યોગા અને હોમિયોપેથી ઉપર લોકોમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મણીપુરમ, રાજસ્થાન અને હરિયાણા રીતભાત અને સ્પોર્ટ્સ સ્ટીપ્સ આપવામાં આવી છે.
આ પ્રસંગે એક્ઝિબિશનના ઉદધાટન પ્રસંગે ધારાસભ્ય ધનજી પટેલ, સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુજપરા, પાલિકા પ્રમુખ વિપીન ટોલિયા તેમજ રાજકીય આગેવાનો અને સંસ્થાના હોદ્દેદારો એક્ઝિબિશન નિહાળીને અભિભૂત થયા હતા. ત્રણ દિવસીય પ્રદર્શનમાં વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને ખેડૂત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.