સેવાકીય અને સતકાર્યો ની મૂર્તિ મધર ટેરેસા

author-image
By Connect Gujarat
સેવાકીય અને સતકાર્યો ની મૂર્તિ મધર ટેરેસા
New Update

મધર ટેરેસાએ પોતાના નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. ભારે આર્થિક ભીડ વચ્ચે પણ તેમની માતાએ તેમના ઉછેરમાં કોઇ કમી આવવા દીધી નહોતી. મધર ટેરેસાના માતા ખૂબ જ ધાર્મિક હતા અને તેમના જ સંસ્કારોના કારણે મધર ટેરેસમાં જીવનના ઉચ્ચ મૂલ્યો અને નૈતિકતાનો સંચાર થયો હતો.

26 ઓગષ્ટ, 1919માં જન્મેલા મધર ટેરેસાએ માત્ર 18 વર્ષની ઉંમરે તેમણે માનવતા ની સેવા માટે ઘર છોડીને બ્લેઝ્ડ મેરી વર્ઝિન નામની સંસ્થામાં જોડાયા હતા. અહીં તેમને સૌપ્રથમવાર સિસ્ટર ટેરેસા નામ મળ્યુ.

લગભગ એકાદ વર્ષની તાલીમ બાદ મધર ટેરેસા 1929માં ભારતના દાર્જિલીંગ ખાતે ટેરેસા સ્કુલમાં શિક્ષક તરીકે આવ્યા હતા. અહીં તેમણે સ્થાનિક ભાષા બંગાળી પણ શીખી લીધી હતી.

મધર ટેરેસાએ મે, 1931માં સૌપ્રથમ ધાર્મિક શપથવિધિ લીધી હતી. ત્યારબાદ તેઓ કલકત્તાની લોરેટો એન્ટલી કોમ્યુનિટી ખાતે ફરજ બજાવતા હતા.

ત્યારબાદ 24 મે, 1937ના રોજ તેમણે અંતિમ શપથ લીધા અને ત્યારબાદ તેઓ વિશ્વમાં મધર ટેરેસાના નામે ઓળખાયા.

મધર ટેરેસાએ માનવતા માટે કરેલા સતકાર્યો, તેમનો દયાભાવ જગતને હંમેશા યાદ રહેશે.

#લેખ
Here are a few more articles:
Read the Next Article