સોનાની ઘડિયાળ

New Update
સોનાની ઘડિયાળ

શિક્ષકે બીજા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને ઘડિયાળ આપી કહ્યું, ‘’આ સોનાનું’’ છે. વિદ્યાર્થીએ કહ્યું "ના, સાહેબ, આ સોનાનું નથી’’. વિદ્યાર્થી કહે, ‘’લાગી શરત, જો આ ઘડિયાળ સોનાનું હોય તો આપનું, નહિં હોય તો મારું.’’ શિક્ષકે કહ્યું, ‘’શરત કબૂલ છે.’’

વિદ્યાર્થીએ ઘડિયાળ લીધું અને ક્લાસરૂમના ઉંબરા પર ઘસ્યુ. ઘડિયાળના ડાયલના પરિઘ પર ડાઘ દેખાયો એટલે શિક્ષકને એ ડાઘ બતાવતા કહે, " સાહેબ, સોનાનું હોય તો આવો ડાઘ ન દેખાત." શિક્ષકે શરત પ્રમાણે વિદ્યાર્થીને ઘડિયાળ આપતા કહ્યું," શરત હું હારી ગયો, ઘડિયાળ તારું.’’ વિદ્યાર્થીએ ઘડિયાળ હાથમાં પહેરી લીધું.

અડધો કલાકના બે પિરિયડ પત્યા એટલે વિદ્યાર્થીએ શિક્ષકને ઘડિયાળ પાછું આપ્યું. શિક્ષકે કહ્યું, "શરત તું જીતી ગયો એટલે ઘડિયાળ તારું કહેવાય, તું ઘડિયાળ પાછું કેમ આપવા આવ્યો ?"

વિદ્યાર્થી બોલ્યો, "સાહેબ હું એ જોતો હતો કે શરત હારી ગયા પછી આપની વર્તણુંક વિદ્યાર્થીઓ સાથે કેવી રહે છે ?"

(ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામની પ્રાથમિક શાળાનો આ બનાવ છે. ત્યાં ગયેલ શિક્ષક શ્રી રીતેષકુમાર પરમારે આર.સી.સી.-ભરૂચના 'બીલીપત્ર' કાર્યક્રમમાં કહેલી સત્ય ઘટના છે)

Latest Stories