સોમનાથ : શિવજીના ધામમાં કારતકી મેળાનો પ્રારંભ, 1955માં સ્વ. કનૈયાલાલ મુન્શીએ મેળાની કરી હતી શરૂઆત

New Update
સોમનાથ : શિવજીના ધામમાં કારતકી મેળાનો પ્રારંભ, 1955માં સ્વ. કનૈયાલાલ મુન્શીએ મેળાની કરી હતી શરૂઆત

સોમનાથ ખાતે

આવેલાં દેશના પ્રથમ જયોર્તિલિંગ ખાતે કારતકી પુર્ણિમાના મેળાનો પ્રારંભ થયો છે.

મહા વાવાઝોડાના કારણે પ્રથમ વખત મેળાની તારીખોમાં ફેરફાર કરાયો છે. 

વર્ષોથી

સોમનાથના મહાદેવના સાનિધ્યમાં તારીખ 8 નવેમ્બર શરૂ થઈ 12 નવેમ્બરના રોજ એટલે કાર્તિકી પૂર્ણિમાના

દિવસે મેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે. પરંતુ  અરબી સમુદ્ર સક્રિય થયેલા મહા નામના

વાવાઝોડા ને કારણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળો રદ કરવામાં આવ્યો હતો. મહા

વાવાઝોડાનો ખતરો ટળી જતાં હવે ફરીથી મેળાનું આયોજન કરાયું છે. જોકે મેળાને પૌરાણિક

એટલા માટે કહેવામાં આવે છે કારણ કે  વર્ષ 1955 થી સ્વ. કનૈયાલાલ મુનશી દ્વારા આ મેળાનું આયોજન કરાયું હતું. કાર્તિકી પૂનમના મેળામાં પ્રતિ વર્ષ

સોમનાથ ખાતે લાખોની સંખ્યામાં લોકો આવે છે.જન સમુદાયને નવું આકર્ષણ મળી રહે તે

માટે સોમનાથ ટ્રસ્ટ દ્રારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

છે.

Latest Stories