ચેટિંગ દરમિયાન શબ્દોને બદલે વપરાતા ઇમોજી વ્યક્તિનો આંતરિક આયનો બની રહ્યા છે
ટેકિસ્ટંગ હવે આપણા રોજિંદા જીવનનું અવિભાજય અંગ બની ગયુ છે. ચેટિંગ દરમ્યાન આપણે શબ્દોને બદલે ઇમોજી વાપરવા લાગ્યા છે, જેમ બોલતી-લખતી વખતે આપણે કયા શબ્દો વધુ વાપરીએ છીએ એ પરથી આપણી માનસિક સ્થિતિ છતી થઇ શકે છે. એમ ઇમોજીની બાબતમાં પણ શકય છે.
અમેરિકાની ધ ક્રાઇસિસ ટેકસ્ટ લાઇન નામની ટેકસ્ટ મેસેજ આધારીત કાઉન્સેલિંગ હોટલાઇને અત્યાર સુધીમાં ૩૩ મિલ્યન જેટલા સંદેશાઓની આપ લે કરી છે. આ હોટલાઇનમાં યુઝર દ્વારા વારંવાર વપરાતા ઇમોજિસ પરથી જે તે વ્યકિતની માનસિક સ્થિતિ કેવી છે એનું વિશ્લેષણ કરવામાં આવ્યુ.
નિષ્ણાંતોએ નોંધ્યુ હતુ કે જે વ્યકિત લખાણમાં હાર્ડ, સખત જેવા શબ્દ ખૂબ જ પ્રયોગ કરે છે તે ખૂબ ઉચાટમાં હોય છે. વારંવાર આંસુ ટપકતો ચહેરો ધરાવતુ ઇમોજી વાપરવું એ ડિપ્રેશનની નિશાની છે. જે લોકો આંસુ પણ ન પડે એવુ સેડ ઇમોજી વારંવાર વાપરતા હોય છે તેમનામાં સુસાઇડલ ટેન્ડન્સી વધુ હોય છે એવું પણ નોંધાયુ હતુ.
હોટલાઇન સર્વિસ દ્વારા કરાવવામાં આવતા કાઉન્સેલિંગ નું વિશ્લેષણ બતાવે છે કે બુધવારનો દિવસ મોટા ભાગના લોકો માટે એન્ગ્ઝાયટીભર્યો હોય છે. મોટા ભાગે જાતને નુકસાન થાય એવી હરકતો વહેતી સાંજે કે વહેલી સવારે અંધારામાં વધુ થાય છે.