સ્પાઇસી દમ પનીરની રેસીપી અને તેમાંથી મળતા પોષકતત્વો

સ્પાઇસી દમ પનીરની રેસીપી અને તેમાંથી મળતા પોષકતત્વો
New Update

દમ પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી

- 350 ગ્રામ પનીર

- 3 ટામેટાં

- 2 ડુંગળી

- 1 તજ

- 3 ઇલાયચી

- 3 લવિંગ

- 3 લીલા મરચાં

- 3 ચમચી આદુ-લસણની પેસ્ટ

- 1 કપ દહીં

- 1 નાની ચમચી જીરૂ પાડવર

- 1 ચમચી ધાણા પાવડર

- 1 નાની ચમચી ગરમ મસાલો

- 3 ચમચી ઝીણી સમારેલી કોથમીર

- 1 નાની ચમચી લાલ મરચું

- ½ નાની ચમચી કાળામરીનો પાવડર

- સ્વાદાનુસાર મીઠું

- જરૂરિયાત મુજબ તેલ

દમ પનીર બનાવવાની રીત

- ડુંગળીને લાંબી કાપવી તેમજ ટામેટાં અને લીલા મરચાની પેસ્ટ બનાવવી.

- કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાપેલી ડુંગળીને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી. ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લેવી.

- હવે તે જ કઢાઇમાં બીજું થોડું તેલ ગરમ કરી તેમાં તજ, ઇલાયચી, લવિંગ નાંખીને સાંતળવુ. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ સાંતળો. ત્યારબાદ ડુંગળીની પેસ્ટ નાંખીને સાંતળવી. હવે તેમાં લીલા મરચાંની પેસ્ટ અને ટામેટાની પ્યુરી નાંખીને 3 મિનિટ પકાવવું.

- ત્યારબાદ તેમાં હળદર, જીરૂ પાવડર, ધાણા પાવડર, લાલ મરચું, કાળા મરીનો પાવડર, મીઠું મિક્સ કરવું. ત્યારબાદ તેમાં દહીં ઉમેરવું.

- ત્યારપછી 1 કપ પાણી, ગરમ મસાલો, લીલા ધાણા અને પનીરના ટુકડા ઉમેરી 10 મિનિટ સુધી પકવવું

- ગરમાગરમ દમ પનીર તૈયાર છે.

દમ પનીરમાંથી મળતા પોષકતત્વો

  1. ટોટલ ફેટ - 14.07 કેલેરી ગ્રામ
  2. કોલેસ્ટેરોલ - 25.05 મિલિ ગ્રામ
  3. સોડિયમ - 723.76 મિલિ ગ્રામ
  4. પોટેશિયમ - 423.78 મિલિ ગ્રામ
  5. પ્રોટીન - 10.94 ગ્રામ
  6. વિટામીન સી - 56.1 મિલિ ગ્રામ
  7. વિટામીન એ - 0.5 મિલિ ગ્રામ
  8. આયર્ન - 60.4 મિલિ ગ્રામ
  9. કેલ્શિયમ - 195.6 મિલિ ગ્રામ
  10. ટોટલ કાર્બોહાઇડ્રેટસ - 13.97 ગ્રામ
  11. સુગર - 8.32 ગ્રામ
  12. ડાયેટ્રી ફાઇબર - 2.37 ગ્રામ
#લેખ
Here are a few more articles:
Read the Next Article