હું સ્વદેશ કેમ પાછો ફર્યો ?

New Update
હું સ્વદેશ કેમ પાછો ફર્યો ?

હું ત્રણ વર્ષ ઓસ્ટ્રેલિયા અને ત્રણ વર્ષ સિંગાપોર રહી આવ્યો પણ મારો જીવ સતત રૂંધાતો રહ્યો , ક્યારે ઇન્ડિયા પાછો ફરું ? ક્યારે પપ્પા મમ્મીને મળું ? ક્યારે ભાઈ-ભાભીને મળું? ક્યારે ભત્રીજાને ગળે વળગાડું?

ઇન્ડીયામાં છે તેનાથી અનેક ઘણી ફેસેલીટી, સગવડો,પૈસો પરદેશમાં છે. તેને પામવા માટે શેરડીના કોલામાં લીંબુ અને આદુ સાથે શેરડી સાથે પીલાવું પડે, યંત્રવત્ જિંદગી. ભર જવાની દાવ પર લગાડવાની. મોટલમાં વાસણ સાફ કરવાના, કચરો સાફ કરવાનો. પથારી પાથરવાની, હાયફાય ગેસ સ્ટેશનમાં વીકમાં ૮ કલાક ખડે પગે કામ કરો તો ૩૦ ડોલર પ્રતિ કલાક મળે. સામાન્ય ગેસ સ્ટેશન પર ઇન્ડિયનને દસ બાર ડોલર મળે, રાતે ૧૨ થી સવારે ૮ની જોબને ગ્રેવિયાર્ડ (કબ્રસ્તાન) શિફ્ટ કહેવાય. શની રવિ ઓસ્ટ્રેલિયન કામ ન કરે,જલસા કરે એટલે રંગભેદ નીતિના કારણે જોબ પર આવતા જતા રેલવેમાં કે બસ સ્ટેન્ડ પર એકલદોકલને જાનનું જોખમ ખરું.

પરદેશમાં ઇન્ડિયન મળે અને તે પણ ગુજરાતી ભાષી.દિલ બાગ બાગ થઇ જાય, દોસ્તી થાય, પરિચય વધે, ક્યાંના છો ? મા-બાપ શું કરે છે ? એટલી નિકટતા આવે, પછી એ મિત્રનું પોત પ્રકાશે. એ મિત્રના ગુજરાતના છેવાડે રહેતા ગામથી કોલ આવે અને ફોન પર વાત કરતી વખતે એણે વાપરેલા શબ્દો, પળવારમાં વ્હાલો લાગતો ફ્રેન્ડ ગંધાવા લાગે. એને સતત એવી જ બીક લાગે કે ઘરવાળા રોદણાં રડશે, ડોલરની ઉઘરાણી કરશે. મેં આવા દ્રશ્યો નજર સામે જોયાં ત્યારે જ મનમાં ગાંઠ વાળી દીધી કે બચ્ચા, રોનક ઈનફ ઇસ ઈનફ.

unnamed (14)કેટલા વરસ વિદેશ રહી આવ્યો?” મેં પૂછ્યું. 6 વર્ષ. ભરૂચની નર્મદા કોલેજમાંથી બી.કોમ. કર્યું. આઈ વોઝ અ એવરેજ સ્ટુડન્ટ. ઓસ્ટ્રેલિયા જઈ એમ.બી.એ. બેઝીક અને માસ્ટર કર્યુ , ચાર સેમિસ્ટરનો કોર્ષ. સાડા સાત લાખ રૂપિયા એક સેમિસ્ટરના. બે વર્ષમાં ૨૫ લાખ રૂપિયા ફીના ભરવા પડે. સોમ થી શુક્ર ૪ કલાક કોલેજમાં ભણવાનું, પછી જોબ કરી રહેવાનો ખર્ચ સરભર કરવાનો. મારો મિત્ર હાર્દિક સાથે આવવા તૈયાર થયો. મારા પપ્પાના સોર્સિસથી ઓસ્ટ્રેલિયામાં જીગર રામીનો સંપર્ક થયો, એના ઘરે અમે ૩૦ દિવસ રહ્યા. એકપણ પૈસો લેવાની એણે ઘસીને ના પાડી, માત્ર ગુડ બાય કહેતી વખતે એટલું જરૂર કહ્યું કે રોનક ઓસ્ટ્રેલિયામાં કે બીજા કોઇપણ દેશમાં સ્થાયી થાવ, તો ઈન્ડિયાથી કારકિર્દી બનાવવા આવતા તમારા દેશના યુવાનોનો હાથ ઝાલજો. શરૂઆતમાં જો એમને ટેકો મળી જશે તો જિંદગી બની જશે નહિતો એમના મા-બાપે જે આશા અને અરમાન સાથે પરદેશ મોકલ્યા છે, એ પૂરા નહિ થાય અને સ્વદેશ પાછા ફરતા એમના પગ તળેથી જમીન ખસી જશે.અમે બન્નેએ તનતોડ મહેનત કરી, વિના વિઘ્ને ચાર સેમિસ્ટર પૂરા કર્યા.

અમારી દિનચર્યા બદલાય ગઈ. એટલા બધા લોકોને મળવાનું થયું,શીખવાનું મળ્યું અને જે કંપનીઓમાં ઈન્ટેનશીપ કરી એ કંપની તરફથી અમારું માર્કીંગ કોલેજને મોકલાતુ એના પરથી અમારી પરીક્ષાનું પરિણામ આવતું, નોલેજ, એપ્લીકેશન, બિહેવીયર, એટીટ્યુડ આ બધુ જ ઝીણવટપૂર્વક ધ્યાનમાં લેવાતુ. ખેર ! બેંગ્લોરમાં કોલાબ્રા (collabra) આઈ.ટી. કંપનીમાં જોબ મળી, સિંગાપોરમાં આ કંપનીનું આઈ.ટી. રીક્રુટમેન્ટ હતુ. જે સખળડખળ હતુ, મારા એક વર્ષના શ્રેષ્ઠ પરફોરમન્સના કારણે મને સિંગાપોર શિફ્ટ કરવામાં આવ્યો, આજ ગાળામાં મારા લગ્ન થયા. ત્રણ વર્ષમાં મને સોંપવામાં આવેલા ટાર્ગેટ્સ એચીવ કર્યા એટલે કંપનીને ગુડબાય કહી, ભરૂચ આવ્યો.

આર.કે.કાસ્ટામાં મારી પોતાની આઈ.ટી.કુ. શરુ કરી. મમ્મી પપ્પા રાજીના રેડ છે. મારો ભાઈ વડોદરા સ્થાયી છે,સેટર ડે સન્ડે સમગ્ર પરિવાર ભેગા મળી એન્જોય કરીએ છીએ.એવા કેટલાક કિસ્સા જોયા કે લગ્ન કરે, સંતાન થાય એને ઇન્ડીયામાં મા-બાપ પાસે મોકલી આપે,કારણ બન્ને જણાયે જોબ કરવી જ પડે તોજ બે છેડા મળે, જે પરદેશ ભણવા જાય છે એમાંના કેટલાક ડ્રીન્ક, પબ, સેક્સ રેકેટના રવાડે ચઢી જાય છે, બેન્કમાંથી ફીની લોનનું ઈન્ટરેસ્ટ પિતા ભરે અને પેલો નબીરો જલસા કરે અને બે વર્ષે ધોયલા મૂળા જેવો પાછો ફરે. પરદેશ જઈ હાયર સ્ટડી કરવો,ડોલર, પાઉન્ડ કમાવવા એમાં કશું જ ખોટુ નથી. સ્થાયી થઇ જવું એના કરતા સ્વદેશ પાછા ફરવુ. ત્યાંના જેટલા અહી પૈસા ન મળે. પરિવારનો પ્રેમ મળશે ભલેને સુક્કો રોટલો વહેંચીને ખાશું પણ પકવાન ખાવાની લ્હાયમાં કૌટુંબિક સેતુનો ભાંગીને ભુક્કો હરગીસ નહિ થવા દઈશું.

ક્યારેક ડાયસફોરા (વતન ઝુરાપો) કોઈ એકની નહી પુરા પરિવારની જિંદગીમાં નવપલ્લવિત કરી દે છે. એનું હું જીવંત ઉદાહરણ છું. જયહિંદ..

Latest Stories