ધોની 3 વર્ષ અગાઉ શરૂ કરી શક્યો હોત પોતાની ક્રિકેટ કારકિર્દી!

New Update
ધોની 3 વર્ષ અગાઉ શરૂ કરી શક્યો હોત પોતાની ક્રિકેટ કારકિર્દી!

ધોનીએ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત 2004માં બાંગ્લાદેશ સામે કરી હતી. જોકે, બહુ ઓછા લોકો જાણતા હશે કે તે કદાચ ત્રણ વર્ષ અગાઉ તેના કેરિયરની શરૂઆત કરી શક્યો હોત.

Advertisment

ધોનીએ તેની પ્રથમ રણજી ટ્રોફી મેચ 18 વર્ષની વયે 1999-2000 દરમિયાન રમી હતી. જેમાં તેના શાનદાર દેખાવની નોંધ લેવાઇ અને દુલીપ ટ્રોફી માટે ઇસ્ટઝોનની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી. પોતાના ટેલેન્ટ દ્વારા પસંદગીકર્તાઓનું ધ્યાન ખેંચવા માટે ધોની સામે આ એક સારી તક હતી. કારણકે તે સમયે ભારત ક્રિકેટ ટીમ એવા વિકેટકીપરની શોધમાં હતી જે સારી બેટિંગ પણ કરી શકે.

129d8011-d7f3-4c4a-8e28-b80ad23bc8a2

પરંતુ મહેન્દ્રસિંહ ધોનીની ઇસ્ટઝોન માટે પસંદગી કરવામાં આવી છે તે સમાચાર તેના સુધી બહુ મોડા પહોંચ્યા. તેમ છતાં ધોનીના એક મિત્રએ બીજા મિત્રો પાસેથી ઉછીના પૈસા લઇને ટાટા સુમો કાર ભાડે કરી. તેમની પાસે માત્ર 20 કલાક હતા. જોકે, સમય સામેની આ રેસમાં તેઓ હારી ગયા અને ધોનીના સ્થાને દીપ દાસગુપ્તાએ ઇસ્ટઝોન તરફથી વિકેટ કીપીંગ કરી હતી. જોકે, ધોની બીજા દિવસે મેચમાં ગયો હતો અને તેનો બારમા ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સમયે વેસ્ટ ઝોન તરફથી રમી રહેલા સચિન તેંડુલકરે ધોની પાસે પાણી માંગ્યું હતું. સચિન સાથે ધોનીની આ પ્રથમ મુલાકાત હતી.

57fd7565-0b2c-47bc-9dbf-cece030289cd

ત્યારબાદ ધોનીને ટિકિટ કલેક્ટરની નોકરી મળી ગઇ. 3 વર્ષ બાદ ધોનીને ઇન્ડિયા એ ટીમ તરફથી કેન્યાના પ્રવાસનો મોકો મળ્યો. ધોનીએ તકનો લાભ ઉઠાવ્યો અને મેન ઓફ ધ સીરિઝ બન્યો. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમને જાણવામાં આવ્યું કે એક વિકેટકીપર છે જે સારો બેસ્ટમેન પણ છે. આ રીતે ત્રણ વર્ષ બાદ ધોનીની પસંદગી થઇ. ત્યારપછી ધોનીએ અનેક રેકોર્ડ કર્યા જે સૌ જાણે છે.

Latest Stories