/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-39.jpg)
સુરતમાં
એક યુવાને હેવાનિયતની હદ વટાવી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાડોશમાં રહેતી
ચાર વર્ષીય બાળકીને દુધની લાલચ આપી છેડતી કરનારા યુવાનને લોકોએ ઝડપી પાડી પોલીસના
હવાલે કર્યો હતો.
સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ અલથાન ખાતે રહેતી ચાર વર્ષની બાળકીને ચોકલેટ, જ્યુસ અને દૂધની લાલચ આપીને પાડોશમાં રહેતા મનીષ મોર્યા નામના ઇસમે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે પડોશમાં રહેતા મનીષ મોર્યા નામના ઇસમે ઘર આંગણે રમી રહેલી બાળકીને ચોકલેટ અને જ્યુસની લાલચ આપીને બાળકીને તેના રૂમમાં લઈ ગયો હતો. ઓરડીની લાઈટ બંધ કરી આરોપીએ બાળકી સાથે શારીરિક છેડતી કરી હતી, જેનાથી બાળકી ડરી ગઈ હતી અને રડવા લાગી હતી. પકડાય જવાના ડરથી આરોપી બાળકીને ઘરની બહાર છોડી ગયો. બાળકીએ પોતાના માતા પિતાને ઘટનાની જાણ કરતાં તેઓ પણ ચોંકી ઉઠયાં હતાં. આરોપી યુવાનને ઝડપી પાડી પોલીસના હવાલે કરાયો છે.