૯૬ કલાકમાં ‘ગીતાજીનું ઘોડાપુર’ આવ્યું. શ્રી કૃષ્ણ શરણમ્ મમ:

New Update
૯૬ કલાકમાં ‘ગીતાજીનું ઘોડાપુર’ આવ્યું. શ્રી કૃષ્ણ શરણમ્ મમ:

તા. ૮ થી ૧૨ નવેમ્બર ૨૦૧૭ ૯૬ કલાકમાં ભરૂચનાં જુના ને.હા.નં. ૮ ઉપર આવેલા આત્મીય સંસ્કારધામમાં ‘શ્રીમદ ભગવદ્ ગીતા’ પર બે વક્તવ્ય યોજાયા. પહેલું વક્તવ્ય ભારતીય વિચાર મંચ, ભરૂચ દ્વારા શ્રી વિનય પત્રાલેએ હિન્દીમાં “ભગવદ્ ગીતા સબકે લીએ” વિષય પર અને બીજું વક્તવ્ય શ્રી સમસ્ત વણિક વિકાસ સમાજ, ભરૂચ દ્વારા શ્રીમતી કાજલ ઓઝા વૈદે ગુજરાતીમાં “શ્રીમદ્ ભગવદ્ ગીતા બુક ઓફ મેનેજમેન્ટ” વિષય પર આપ્યું હતું. શ્રી હરીશ જોષીએ સ્વાગત પ્રવચન કર્યું. ‘ડર મત, મૈં હું ના – યુદ્ધ કર’ વિશ્વરૂપદર્શન આપીને કહેનાર શ્રી કૃષ્ણએ ભયભીત અને નિરાશ અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં કહી યુદ્ધ કરવા કહેલુ.

¥ નિર્ણય કરવામાં માર્ગદર્શક બને એ ગીતા

¥ તું જ તારો ઉદ્ધાર કરી શકે,

તું જ તારો શત્રુ થઈ શકે.

¥ જે નર છે તે નરોત્તમ બને એમાંથી નારાયણ બને.

જે નર છે તે નરપશુ બને. એમાંથી અટકે નહિ તો નરરાક્ષસ બને.

આ બન્ને છેડાનું અનુસંધાન કરે તે ગીતા.

¥ ગીતાનું પઠન કરવા કરતા એનો અર્થ સમજીને આચરણમાં મૂકો, જીવન બદલાય જશે.

¥ ગીતા મા છે. ગીતા અનુભવ છે. ગીતા અનૂભુતિ છે. ગીતા માનવતાનો ગ્રંથ છે.

શ્રી વિનય પત્રાલે કહેલી વાર્તા :

જહોન નજર લાગે એવી લાલ રંગની કારમાં જતો હતો. એક જગ્યાએ કાર પાર્ક કરી, સામેની ગલીમાં ગયો. પાછો ફર્યો તો તેણે જોંયું એક ટાબરિયો તેની કારના કાચ પર હાથ ફેરવતો હતો. કારનું હેન્ડલ દબાવતો હતો. જહોન કાર પાસે પહોંચ્યો. એણે ટાબરિયાને પૂછ્યું, “વોટ આર યુ ડુઈંગ ?”, ટાબરિયાએ કહ્યું, “ઈસ ધીસ યોર કાર ?” જહોન બોલ્યો, “માય એલ્ડર બ્રધર ગીફ્ટેડ મી.” ટાબરિયો કહે, “નાઈસ કાર”. જહોને ટાબરિયાને પૂછ્યું, “યુ વોન્ટ ધીસ કાર?”, ટાબરિયો કહે, “નો” જહોને પૂછ્યું, “મોટો થઈને તું શું બનીશ ?” ટાબરિયા એ જે જવાબ આપ્યો તે સાંભળી જહોન એટલો ખુશ થઈ ગયો કે ટાબરિયાને ઊંચકી લીધો તેના ગાલ પર બે-ચાર પપ્પી કરી દીધી. ટાબરિયાનો જવાબ હતો, “હું મોટો થઈને મોટોભાઈ બનીશ”. ગીતાનું અધ્યયન અને આચરણ કરશો તો તમે બીજાને આપવાવાળા બનશો.

ખીચોખીચ ભરેલા હોલમાં સાતના ટકોરે કાજલબહેને વક્તવ્ય આપવાનું શરૂ કર્યું.એ પૂર્વે પ્રમુખ શ્રી ભરતભાઈ શાહે સ્વાગત પ્રવચન કર્યું. રજત જયંતિ વર્ષમાં એસ.ટુ.વી.ટુ.એસ. પ્રવેશી ચૂક્યું છે. સમાજના જરૂરિયાતમંદોને શૈક્ષણિક અને આરોગ્ય માટે આર્થિક સહાય શ્રેષ્ઠીઓ આપી રહ્યા છે. શ્રી અલ્પેશ પરીખે વક્તાનો પરિચય આપ્યો. શ્રી ઉમેશ શાહે સંચાલન કર્યું, ત્યારે અલ્પેશ અને ઉમેશ વ્યક્તિવિકાસની સંસ્થા જેસીઝમાં હતા તેની સાર્થકતા દેખાઈ.

publive-image

કાજલ ઓઝા વૈદ યુ-ટ્યુબ પર ધૂમ મચાવે છે. ‘બુક લવર્સ મીટ’ માં જીએનએફસી કોર્પોરેટ બિલ્ડીંગના ઓડિટોરિયમમાં આવેલા ત્યારે માન. શ્રી જે. કે. શાહ સાહેબે ચેનલ નર્મદા માટે ઈન્ટરવ્યુ ગોઠવી આપેલો. ઓવર ટુ કાજલ ઓઝા વૈદ

¥ પુરુષ પ્રામાણિક રહી શકે એમાં એની પત્નીનો ૯૦% ફાળો છે.

¥ સુખની અપેક્ષા સ્ત્રીને વધારે છે. સુખ એટલે સગવડ એવો એ અર્થ કરે છે.

¥ જે શિક્ષક શિષ્ટાને શસ્ત્ર બનાવે ત્યારે પતનની શરૂઆત થાય છે.

¥ જ્યાં બોલવાનું હોય ત્યારે ચુપ રહો અને જ્યાં ચુપ રહેવાનું છે ત્યારે બોલો : મહાભારત સર્જાય.

¥ આત્મા માને તે ધર્મ.

¥ સ અર્થ ઈતિ સારથિ.

¥ વિશ્વનો પ્રથમ પ્રેમપત્ર રૂક્મણિએ કૃષ્ણને લખેલો સદેવ નામના બ્રાહ્મણ સાથે હેન્ડ ટુ હેન્ડ પહોંચાડેલો.

¥ મહાભારત એટલે યુદ્ધાંતે વિષાદની કથા.

¥ એક અંધ ધૃતરાષ્ટ્ર બીજો સંજય કે જેની પાસે દૂરદ્રષ્ટિ હતી. એ બન્ને વચ્ચે થયેલો સંવાદ એટલે મહાભારત.

¥ શ્રી કૃષ્ણ જેવો મહાન મનોચિકિત્સક બીજો થયો નથી અર્જુન બોલે જેને અર્જુન વિષાદયોગ કહેવાય, શ્રી કૃષ્ણ એને એકપણ વાર ટોકે નહિં, જ્યારે કોઈ તકલીફમાં હોય, ફરિયાદ કરતો હોય, ત્યારે તેને બોલવા દો. વચ્ચે અટકાવો નહિ. ઊભરો નીકળી જવા દો.

¥ તારું કામ તું બરાબર કર બીજા શું કામ કરે તેની ચિંતા છોડ.

¥ ભૂલ કરે તે ભોગવે.

¥ વૈષ્ણવ એટલે જેનામાં વિષ(ઝેર) નથી તે.

¥ કૃષ્ણએ શિક્ષા મેળવી, ગુરુએ પૂછ્યુ, “તારી પર પ્રસન્ન છું, માંગ, માંગે તે આપુ.” કૃષ્ણ બે હાથ જોડીને ગુરુને વંદન કરી એટલું જ કહ્યું. “માતૃ હસ્ત ભોજનમ્”

¥ છેલ્લા ૫, ૭ હજાર વર્ષથી આ જગતમાં એક જ કૃષ્ણ એવો ઈશ્વર છે જે બાળ સ્વરૂપે પૂજાય છે. બીજા કોઈ ધર્મમાં આવા ઉદાહરણ નથી.

¥ શાંતિનો માર્ગ યુદ્ધમાંથી પસાર થતો હોય તો યુદ્ધ કરવું.

¥ ડરીને ભાગવું નહિ, યુદ્ધખોર ન બનવું, હૃદયની દુર્બળતાનો ત્યાગ કરો.

¥ દરેક પરિસ્થિતિમાં ઝઝુમવું.

¥ અવ્યક્ત અને વ્યક્તની વચ્ચે ગીતા છે.

¥ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું સાહસ, સત્ય,પ્રેમ આપના સંતાનોને આપો.

કૃષ્ણને પ્રેમ જ થઈ શકે.

Larger than Life : KRISHNA

|| શ્રી કૃષ્ણ શરણમ્ મમ: ||

Latest Stories