અંકલેશ્વર દઢાલ અમરાવતી બ્રિજ પાસે બાઈક અને ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત

New Update
અંકલેશ્વર દઢાલ અમરાવતી બ્રિજ પાસે બાઈક અને ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત

અંકલેશ્વર - ઝઘડીયા માર્ગ પર આવેલ દઢાલ અમરાવતી બ્રિજ પર બાઈક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એકને ગંભીર ઇજા પહોંચી હતી.

અંકલેશ્વર થી ઝઘડીયા જતા માર્ગ પર દઢાલ ગામ ખાતે અમરાવતી બ્રિજ પર બાઈક અને આઇસર ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને 108ની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

publive-image

અકસ્માત બાદ ટેમ્પો ચાલકનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો બ્રિજ સાઈડ પર નીચે ઉતરી ગયો હતો. જેમાં ચાલકને પણ નાની મોટી ઇજા પહોંચી હતી.અને સ્થળ પર ટેમ્પો મૂકી ફરાર થઇ ગયો હતો.

Latest Stories