New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/c4860f09-bb90-4561-9bcc-7a0fcb09aaee-1.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.અંકલેશ્વરમાં સેવાકીય પ્રવૃતિઓ થકી પોતાની આગવી ઓળખ ધરાવતા શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા રકતદાન શિબિર સતત શરુ રાખી છે, અને દર ત્રણ મહિને યોજાતા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તારીખ 20મી ઓગષ્ટ રવિવારનાં રોજ કરવામાં આવ્યુ હતુ.
અંકલેશ્વર જીઆઇડીસી માનવ મંદિરનાં સત્સંગ હોલ ખાતે ભરૂચ રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગ થી યોજાયેલ રક્તદાન શિબિરમાં મહિલાઓ સહિત યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને શિબિરને સફળ બનાવી હતી. જ્યારે શ્રી યુવા મિત્ર મંડળના સભ્યોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી.
Latest Stories