અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલ અભિનિત ફિલ્મ 'ભાગમભાગની સિકવલની તૈયારી

New Update
અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલ અભિનિત ફિલ્મ 'ભાગમભાગની સિકવલની તૈયારી

૧૨ વરસ પહેલાં રૂપેરી પડદે અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલ અભિનિત ફિલ્મ ભાગમભાગએ બોક્સ ઓફિસ ઉપર તરખાટ મચાવ્યો હતો. હવે દિગ્દર્શક પ્રિયદર્શન આ ફિલ્મનો બીજો ભાગ બનાવાની તૈયારી કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સિકવલમાં અક્ષય કુમાર કે ગોવિંદા કામ કરવાના નથી. સુનીલ શેટ્ટી આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે, જ્યારે હજી બીજા સ્ટાર કાસ્ટ અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. મૂળ ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શનનું હતું. જ્યારે નિર્માણ સુનીલ શેટ્ટીનું હતું. આ વખતે સુનીલ શેટ્ટી નિર્માતા નહીં હોય પરંતુ ફિલ્મનાં લીડ રોલની ભૂમિકામાં હશે.

કહેવાય છે કે સુનીલે છ મહિનામાં પ્રિયદર્શન સાથે ઘણી મુલાકાતો કરીને આ ફિલ્મ અંગે નિર્ણય લીધો છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર થઇ ગઇ છે. આ વરસના અંતમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તેવી શક્યતા છે. મૂળ ફિલ્મમાં પરેશ રાવલ લંડનમાં એક નાટક કરવાનો હોય છે જેના માટે તે અક્ષય અને ગોવિંદાને લંડન લઇ જાય છે. એ પછી જે રમુજી કિસ્સાઓ બને છે તેમાં ભાગમભાગ શરૂ થઇ જાય છે.

Latest Stories