Connect Gujarat
ગુજરાત

અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખની વિવાદિત પોસ્ટ થઈ વાયરલ

અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખની વિવાદિત પોસ્ટ થઈ વાયરલ
X

એક તરફ સરકાર નારીસશક્તિકરણ અને દીકરી બચાવોના નારા લગાવી રહી છે તો આ તરફ સમાજના જ મુખીયા બની બેઠેલા પોતાની ગંદી માનસિકતા છતી કરી રહ્યા છે બનાસકાંઠાના અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખે વિવાદિત પોસ્ટ વાયરલ કરી પોતાની ગંદી માનસિકતા દેખાડી છે.

બે દિવસ પહેલાં દાંતીવાડા તાલુકાના ૧૨ ગામો માટે સમાજે અલગથી બંધારણ બનાવ્યું છે જેનું પાલન ૧૨ ગામોએ કરવું પડશે બંધારણમાં ૯ મુદ્દાનું કડક અમલવારી કરવા સમાજે મિટિંગ કરી આ નિર્ણય લીધો હતો. સમાજની દીકરી દીકરાઓ પર અંકુશ કસતાં બંધારણમાં સમાજના કુરિવાજો અને ખોટા ખર્ચા રોકવાનું પણ આવકારદાયક નિર્ણય લેવાયો છે. ત્યારે આજે અખિલ ઠાકોર એકતા2 સમાજના પ્રમુખ નવઘણજી ઠાકોરે પોસ્ટ કરી ઠાકોર સમાજમાં રોષ જગાડી દીધો છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="103508,103509,103510"]

પોતાની ફેસબુક પર પોસ્ટ કરી કહ્યું કે જો આપણા ઠાકોર સમાજની દીકરીઓ અન્ય સમાજના દીકરા સાથે લગ્ન કરે તો ઠાકોર સમાજે જૂનો રિવાજ દુધપીતી અપનાવો જોઈએ અને આવી દીકરીઓને દૂધ પીતી કરવી જોઈએ. ફેસબુક પર પોસ્ટ વાયરલ થતાંની સાથેજ ઠાકોર સમાજના લોકોએ ફેસબુક પોસ્ટ પર કોમેન્ટ કરી ખોટી અને ગંદી માનસિકતાને છતી કરવાના લખાણ લખી રોષ ઠાલવ્યો હતો. નવધણજી ઠાકોર હાલમાં અખિલ ઠાકોર એકતા સમાજના પ્રમુખ છે જેમની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

બનાસકાંઠામાં જાતિ બંધારણના વાડાંના કાંટા દૂર કરતા કરતાં સમાજમાં દીકરીઓ પર આ પ્રકારની પોસ્ટ કદાચ આજના વિજ્ઞાન યુગમાં શોભે તેમ નથી ત્યારે અખિલ ઠાકોર એકતા સમાજના પ્રમુખની આટલા હદે વિચારધારા સમાજ માટે ખતરારૂપ કહી શકાય.

Next Story
Share it