અમદાવાદના વેપારી રૂપિયા 975 કરોડનો ટેક્સનો પ્રથમ હપ્તો ન ભરી શકતા આયકર વિભાગ દ્વારા સર્ચ શરૂ

કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ક્મ ડેક્લેરેશન સ્કીમ (IDS) હેઠળ દેશભરમાં રૂપિયા 65250 કરોડનું કાળું નાણાંની જાહેરાત થઇ હતી,જે પૈકી અમદાવાદના બિઝનેશમેન રૂપિયા 13860 કરોડના કાળા નાણાંની કબૂલાત કરી હતી.
દેશના કુલ જાહેર કાળા નાણાંમાં 20 % હિસ્સો માત્ર અમદાવાદના બિઝનેશમેન મહેશ શાહનો હતો.તેઓએ તારીખ 30મી નવેમ્બર સુધી પોતાની બ્લેકમનીના સ્વીકૃતિ સામે તેનો 25 ટકા ટેક્સનો હપ્તો આયકર વિભાગમાં જમા કરાવવાનો હતો,પરંતુ તેઓ તે ભરી ન શકતા આયજકર વિભાગે તેઓના સ્થળો પર સર્ચ ઓપરેશન શરુ કર્યું છે.અને તેઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યુ છે.ઉલ્લેખનીય છે કે રૂપિયા 13860 કરોડ ની કબૂલાત સામે તેઓએ રૂપિયા 3900 કરોડનો ટેક્સ ચૂકવવા પાત્ર થતો હતો અને તેના 25 ટકા લેખે 975 કરોડ રૂપિયા નો પ્રથમ હપ્તો આયકર વિભાગ માં જમા કરાવવા નો હતો.
મહેશ શાહ ના CA ના મારફતે તેઓએ આ રકમની જાહેરાત કરી હતી અને કોઈ પણ પ્રકારની ઈન્કવાયરી નહિ થાય તેવી જાહેરાત પણ કેન્દ્ર સરકારે કરી હતી પરંતુ આયકર વિભાગ દ્વારા મહેશ શાહ ટેક્સની રકમ ક્યાંથી લાવે છે તેના પર પણ IT વિભાગે વોચ રાખી હોવાનું CA જણાવી રહ્યા છે અને તેઓની ઓફિસ પર પણ આયકર વિભાગે સર્ચ હાથધર્યું છે.